બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી સમાજની યુવતીઓએ અન્ય સમાજમાં પ્રેમ લગ્ન ન કરવાના શપથ લીધા છે. અર્બુદા મહિલા વિકાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમાજમાં જાગૃતિ લાવવા માટે એક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 70 યુવતીઓએ અન્ય સમાજમાં લગ્ન ન કરવાના શપથ લીધા હતા.
બનાસકાંઠામાં ચૌધરી સમાજની દિકરીઓએ લીધા અનોખા શપથ... - BNS
બનાસકાંઠા:રાજ્ય સહિત દેશમાં દરેક સમાજમાં પ્રેમ લગ્નના બનાવો બનતા હોય છે. ત્યારે જિલ્લાના પાલનપુર ખાતે ચૌધરી સમાજની દિકરીઓએ શપથ લીધા હતા કે, અમે બીજા કોઈ સમાજમાં લગ્ન નહીં કરીએ.
ચૌધરી સમાજની દીકરીઓના અનોખા શપથ
એક બાજુ સમાજમાં યુવતીઓની ઓછી સંખ્યા અને સમાજના છોકરાઓને લગ્ન માટે છોકરીઓની ઘટને લઈને આ શપથ લીધા હતા. અન્ય સમાજમાં પણ યુવક-યુવતીઓ બીજા સમાજમાં લગ્ન કરતા હોય છે. જેને લઈને ઘણી સમસ્યાઓ સર્જાય છે. તેને લઈને આ શપથ લેવડાવવામા આવ્યા હતા.