તેમજ હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત કરવામાં આવશે. હવેથી બપોરે કરાતી આરતી બંધ કરાશે અને આરતીના દર્શનના સમયમાં પણ ફેરફાર થશે. સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું જેનો સમય 11.30 સુધી લંબાવાયો છે. માતાજીની 7 દિવસની સવારીનાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે ભક્તોને હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે. અષાઢીબીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિરની આરતીના સમયમાં થયો ફેરફાર
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાજીના મંદિરમાં સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી 4 જુલાઇ અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ખાતે આવતા લાખો શ્રદ્ધાંળુઓને સરળતાથી દર્શન થઈ થકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી
આરતીનો સમય
- સવારે આરતીનો સમય- 7.30 થી 8.00
- સવારે દર્શનનો સમય - 8.00 થી 11.30
- બપોરની આરતી બંધ કરવામાં આવી છે
- બપોરે દર્શનનો સમય- 12.30 થી 16.30
- સાંજે આરતીનો સમય -19.00 થી 19.30
- સાજે દર્શનનો સમય- 19.30 થી રાત્રીના 21.00 સુધી