ગુજરાત

gujarat

ETV Bharat / state

Truck Accident in Palanpur : ભયંકર અકસ્માતમાં માનવ સાથે અબોલ પશુઓ પણ મૃત્યુને ભેટ્યા

પાલનપુર એસબીપુરા પાટીયા પાસે રાજસ્થાનથી ઘેટા- બકરા ભરીને આવી રહેલા ટ્રક ચાલકે આગળ જઈ રહેલા ટ્રકને ટક્કર મારતા (Truck Accident in Palanpur) અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજયા હતા. જ્યારે ટ્રકમાં ભરેલા ઘેટાં-બકરાઓના પણ મૃત્યુ નીપજ્યા છે. આ અકસ્માતના પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હતું તપાસ હાથ ધરી હતી.

Truck Accident in Palanpur : ભયંકર અકસ્માતમાં માનવ સાથે અબોલ પશુઓ પણ મૃત્યુને ભેટ્યા
Truck Accident in Palanpur : ભયંકર અકસ્માતમાં માનવ સાથે અબોલ પશુઓ પણ મૃત્યુને ભેટ્યા

By

Published : Jul 5, 2022, 1:23 PM IST

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં (Truck Accident in Palanpur) સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગે અકસ્માતોનું કારણ મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોને પગલે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જેમાં પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર છેલ્લા એક વર્ષમાં અનેક અકસ્માતો થતાં કેટલાક લોકો મૃત્યુને ભેટતા પરિવારો રઝળી પડ્યા છે. આ બાબતે સ્થાનિક લોકોની માંગ છે કે દિવસે અને ખાસ કરીને રાત્રિના સમયે પુરપાટ ઝડપે ચાલતા મોટા હેવી વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે.

ભયંકર અકસ્માતમાં માનવ સાથે અબોલ પશુઓ પણ મૃત્યુને ભેટ્યા

ઘેટાં-બકરાના મૃત્યુ-બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા અકસ્માતો વચ્ચે ફરી એકવાર પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બે ટ્રકો સામસામે આવી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના જોઈએ તો રાજસ્થાનથી ઘેટા બકરા ભરી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રક ચાલકે આગળ જઈ રહેલા ટ્રક ચાલકને ટક્કર મારતા પાલનપુર એસબીપુરા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રકમાં સવાર ત્રણ લોકોના (Accident at SBPura Pati in Palanpur) ઘટના સ્થળે મૃત્યુ નિપજયા હતા. જ્યારે રાજસ્થાનથી ઘેટા બકરા ભરીને અમદાવાદ જઈ રહેલા ટ્રકમાં ભરેલા 20થી વધુ ઘેટાં-બકરાના મૃત્યુ નીપજ્યા છે.

આ પણ વાંચો :ત્રિપલ અકસ્માતઃ પુરપાટ સ્પીડથી આવી રહેલા ટ્રકચાલકે કાબુ ગુમાવ્યો, કારને અડફેટે લેતા ત્રણનાં મોત

પોલીસે તપાસ હાથ ધરી - આ અકસ્માતના પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે વાત તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાંથી મૃતકોને બહાર નીકાળી પાલનપુર (Death of Cattle Accident in Palanpur) સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :Hit and Run : બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર, ઘટના થઈ CCTVમાં કેદ

અકસ્માતથી પાલનપુર હાઇવે બન્યો ગોઝારો -પાલનપુરથી છાપી વચ્ચે અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતોમાં કેટલાય લોકો મૃત્યુને ભેટ્યા છે. બે દિવસ અગાઉ છાપી પાસે સર્જાયેલા ત્રીપલ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જે બાદ આજે વધુ એક એસબીપુરા પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલત કર્યા (Accident Between Two Trucks in Palanpur) ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાય રહ્યા છે. વારંવાર સર્જાતા અકસ્માતોમાં લોકોના મૃત્યુથી સ્થાનિક લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને અટકાવવા માટે આ પોલીસ દ્વારા હેવી વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ અકસ્માત અટકી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details