ગુજરાત

gujarat

પાલનપુરમાં સામે આવી વિચિત્ર ઘટના, એક લાખ બાળકોએ એકમાં જોવા મળે છે આ લક્ષણો

By

Published : Jun 15, 2021, 3:32 PM IST

બનાસકાંઠાના પાલનપુરની જનરલ હોસ્પિટલમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક બાળકને જન્મતાની સાથે સ્ત્રી અને પુરુષ બન્નેના જનનાંગો હોવાથી પરિવાર અચંબામાં પડી ગયો હતો. ચિંતાતુર બનેલા પરિવારે સતત 9 વર્ષ સુધી બાળકને અલગ અલગ હોસ્પિટલોમાં બતાવ્યા બાદ આખરે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

પાલનપુરમાં સામે આવી વિચિત્ર ઘટના
પાલનપુરમાં સામે આવી વિચિત્ર ઘટના

  • બાળકને જન્મતાની સાથે જ સ્ત્રી અને પુરુષ બન્નેના જનનાંગો
  • 9 વર્ષથી બાળકનું ચાલતું હતું નિદાન
  • પાલનપુર જનરલ હોસ્પિટલના ડોક્ટર્સએ બાળકનું કર્યું સફળ ઓપરેશન

પાલનપુર: આજના ઘોર કળિયુગમાં અનેક ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. કેટલીક ઘટનાઓ પર તો આપણે નજરે જોવા છતાં પણ મન કે દિલ વિશ્વાસ કરી શકતા નથી. ત્યારે, બનાસકાંઠાના પાલનપુરની જનરલ હોસ્પિટલમાં પણ આવી જ એક વિચિત્ર ઘટના બની છે. જેમાં બાળકને જન્મતાની સાથે જ સ્ત્રી અને પુરુષ બન્નેના જનનાંગો હતા. બાળકની આ સ્થિતિ જોઈ પરિવાર મૂંઝવણમા મુકાઈ ગયો હતો.

પાલનપુરમાં સામે આવી વિચિત્ર ઘટના

આ પણ વાંચો:ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં બની વિચિત્ર ઘટના

બાળકનું 9 વર્ષેથી ચાલતું હતું નિદાન

આવી સ્થિતિમાં પરિવારે બાળકને સતત 9 વર્ષ અલગ અલગ હોસ્પિટલમાં બતાવી તેનું નિદાન કરાવવાના પ્રયાસો કર્યો હતો. પરંતુ, પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે આખરે આ પરિવારે બનાસ મેડિકલ કોલેજમાં આવેલી પાલનપુર જનરલ હોસ્પિટલમાં તેની સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું.

બાળકોમાં ભાગ્યે જ આવી ઘટના

ડોક્ટરના કહેવા પ્રમાણે ભાગ્યેજ આવી ઘટના સામે આવતી હોય છે. આવા લક્ષણોને મેડિકલની ભાષામાં સ્યુડોહરમોપ્રોડીટીઝમ (Pseudohermaphroditism) કહેવાય છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ ડો. સુનીલ જોશી સહિત 3 તબીબોની ટીમે વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવા બાદ આ બાળકમાં સૌથી વધુ સ્ત્રી તત્વ હોવાનું જાણવા મળ્યું હતું. આમ, તેના પરિવારની ઈચ્છા પણ તેને સ્ત્રી તરીકે રાખવાની હતી. તબીબોએ તેના પુરુષ તરીકે ના જનનાંગોનું ઓપરેશન કરી નિકાલ કર્યો હતો.

આ પણ વાંચો:ભાવનગરમાં વિચિત્ર ઘટના, ખેતરની સમથળ જમીન ડુંગર બની ગઈ

3 તબીબોએ સફળ ઓપરેશન કર્યું

બાળકને પાલનપુર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું ત્યારે ડોક્ટર્સ પણ અચંબામાં પડી ગયા હતા. બાળકનો આખો પરિવાર ચિંતામાં હતો. ત્યારે, 3 તબીબોએ સતત દોઢ કલાક સુધી કામગીરી કરી સફળ ઓપરેશન કર્યું હતું. અત્યારે આ બાળકની સ્થિતિ સ્વસ્થ છે.

ABOUT THE AUTHOR

...view details