ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય - બનાસકાંઠાના સમાચાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા 10 વર્ષોથી સીમાંકન બદલાયા બાદ પ્રથમ વખત ભાજપને ભવ્ય જીત મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પાલિકાની 44 બેઠકોમાંથી ભાજપ 32 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર 12 બેઠક જ જીતી શક્યું છે.

આ વખતે 11માંથી 6 વોર્ડમાં ભાજપ પેનલ જીતવામાં સફળ રહ્યું છે
આ વખતે 11માંથી 6 વોર્ડમાં ભાજપ પેનલ જીતવામાં સફળ રહ્યું છે

By

Published : Mar 2, 2021, 5:48 PM IST

  • ગત ટર્મમાં કોંગ્રેસે જબરદસ્ત ટક્કર આપી હતી
  • ગત ટર્મમાં 44માંથી 21 પર કોંગ્રેસ અને 23 પર ભારતીય જનતા પાર્ટી જીતી હતી
  • આ વખતે 11માંથી 6 વોર્ડમાં ભાજપ પેનલ જીતવામાં સફળ રહ્યું
    પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીનું આજે મંગળવારે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં 44માંથી 32 બેઠકો ભાજપને જ્યારે કોંગ્રેસને 12 બેઠકો મળી છે, કોંગ્રેસ માત્ર કોટ વિસ્તારમાં જ સારું પ્રદર્શન કરી શકી છે, એ સિવાય સમગ્ર શહેરમાં ભાજપે જીત મેળવી છે. 11 વોર્ડમાંથી 6 વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતવામાં સફળ રહી છે. બીજી તરફ કોંગ્રેસ વોર્ડ નંબર 4 અને 5માં જ જીત મેળવવામાં સફળ રહી છે.

કોંગ્રેસ માત્ર કોટ વિસ્તારના 2 વોર્ડમાં જીતી શકી

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કોટ વિસ્તારને બાદ કરતાં સમગ્ર શહેરમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. વોર્ડ નંબર 1, 2, 6, 8, 9 અને 10માં ભાજપની આખી પેનલ જીતવામાં સફળ રહી છે, જયારે કોંગ્રેસ માત્ર કોટ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 4 અને 5 એમ બે જ વોર્ડમાં પેનલ મેળવી શક્યું છે.

વોર્ડ મુજબ કોંગ્રેસ-ભાજપની જીત

વોર્ડ ભાજપ કોંગ્રેસ
1 4 0
2 4 0
3 3 1
4 0 4
5 0 4
6 4 0
7 3 1
8 4 0
9 4 0
10 4 0
11 2 2
કુલ 32 12

ABOUT THE AUTHOR

...view details