ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની સંગઠન પર્વ બેઠક યોજાઈ

બનાસકાંઠા: જિલ્લાનાં ડીસા ખાતે આજે ભાજપની સંગઠન પર્વ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપનાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા સંગઠનની રચના માટે આ બેઠક હાથ ધરવામાં આવી છે, જે બાદ સ્થાનિક કાર્યકર્તાઓનાં મત જાણી નવા સંગઠનની રચના કરવામાં આવશે.

By

Published : Sep 4, 2019, 11:31 AM IST

ડીસામાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની સંગઠન પર્વ બેઠક યોજાઈ

રાજ્યમાં ભાજપનાં નવા સંગઠન માટે કવાયત તેજ છે. રાજ્યભરનાં જિલ્લાઓમાં નવા સંગઠનનાં નિમણૂક માટે પ્રદેશ કક્ષાનાં પદાધિકારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવા સંગઠનની રચનાથી લઇ કાર્યકર્તાઓનાં અભિપ્રાયને પણ રાજ્ય સ્તરે પહોંચાડવા માટેની અપીલ કરવામાં આવી હતી. પેટા ચૂંટણી મામલે પણ આજે ભાજપનાં સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા થઈ છે. જેથી આવનારી ચૂંટણી માટે પણ આ બેઠક મહત્ત્વની હતી.

ડીસામાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની સંગઠન પર્વ બેઠક યોજાઈ

જીતુ વાઘાણી એ આહવાન કર્યું હતું કે ન માત્ર પેટા ચૂંટણી પણ હવે પછી યોજાનારી તમામ ચૂંટણીઓમાં ભાજપ વિજેતા થશે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ડીસામાં જે કરોડોનાં ખર્ચે નગરપાલિકા દ્વારા બગીચો બનાવવામાં આવ્યો છે તે હાલ બંધ છે જે વાતની જાણ મારા ધ્યાનમાં નથી આવી જો આવશે તો તેની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details