થરાદ વિધાનસભાની પેટા-ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વિજય બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં સોમવારે મોરથલ ગામે ઠાકોર સમાજમાં ઉજમણા પ્રસંગે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એક જ સમયે આવી પહોંચતા લોકો અચરજમાં મુકાયા હતા.
થરાદ બેઠક પર ભાજપ-કોંગ્રેસે એકમંચ, લોકોમાં આશ્ચર્ય... - ભાજપના સમાચાર
પાલનપુરઃ આગામી 21 ઓક્ટોબરે રાજ્ય સહિત મહારાષ્ટ્ર, હરિયાણામાં પેટા-ચૂંટણી યોજોવાની છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થરાદ વિધાનસભા પેટા-ચૂંટણીમાં બંને ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. સોમવારે થરાદના મોરથલ ગામે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ સ્ટેજ પર જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
એટલું જ નહીં ઠાકોર સમાજના આગેવાનોએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સહિત અન્ય આગેવાનોને એક જ સ્ટેજ પર બેસાડ્યા હતા. જો કે, ઉજમણા પ્રસંગે આવેલા રાજકીય આગેવાનો એકબીજા પર પ્રહારો કરવાનું ચૂક્યા ન હતા. કોંગ્રેસના આગેવાન અર્જૂન મોઢવાડિયાએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ પણ કરી હતી.
જ્યારે ભાજપના આગેવાનોએ પણ કોંગ્રેસની ઝાટકણી કરવામાં પાછી પાની કરી ન હતી. બંને પક્ષ તરફથી આક્ષેપબાજી અને પ્રહારો પર ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ મૌન સાધ્યું હતું.