થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલે આજે વતન નાગલા ખાતે મતદાન કર્યું હતું. વિજયના વિશ્વાસ સાથે ઉમેદવારે મતદાન કર્યુ છે. ત્યારે મતદારો પણ મતદાન કરવા ઉત્સાહિત છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમા આજે વહેલી સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે.
થરાદમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કર્યુ મતદાન
થરાદ: ગુજરાતમાં આજે છ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ છે,ત્યારે બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી ગયા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના ગામમાં મતદાન કરી પોતે જીતશે તેવું જણાવ્યું હતું.
થરાદમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કર્યુ મતદાન
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ રાજપૂતે પણ આજે મતદાન કર્યું હતું. વિજયના વિશ્વાસ સાથે ગુલાબ સિંહ રાજપૂતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. ત્યારે મતદારો પણ મતદાનને પોતાનો મૂળભૂત અધિકાર ગણાવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 લાખ 17 હજાર જેટલા મતદારો છે. ગુલાબ સિંહે જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે તેને ઉકેલવાની પણ ખાતરી આપી હતી. મતદારોને પણ અપીલ કરી હતી કે વિકાસના જે કામ હોય તેને ધ્યાને લઇને એવા ઉમેદવાર ને મત આપે.