- બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ
- જિલ્લામાં જળસંચય કાર્યક્રમનું આયોજન કરાયું
- બનાસડેરી અને લોકભાગીદારીથી જિલ્લામાં નવા તળાવો પાણીથી ભરાશે
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના જન્મદિવસની અનોખી ઉજવણી
બનાસકાંઠા: બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાના 14 તાલુકાઓમાં જળસંચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના જન્મદિવસની અનોખી ઉજવણી, જિલ્લામાં જળ બચાવવા અભિયાન શરૂ
બનાસકાંઠા જિલ્લામાં લોકભાગીદારીથી 14 તાલુકાઓમાં તળાવો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જેમાં 14 તાલુકાઓમાં લોકભાગીદારીથી તળાવ ઉંડા કરવાનું કામ હાથ ધરી ચોમાસા દરમિયાન હજારો લીટર વેડફાઇ જતાં પાણીનો અહીં જળસંચય થશે. તળાવોમાં જળ નો સંગ્રહ થતા આજુબાજુના વિસ્તારોમાં પાણીના તળ ઉંચા આવશે. જેના થકી આજુબાજુના હજારો ખેડૂતોને તેનો લાભ મળશે.
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના જન્મદિવસની અનોખી ઉજવણી, હજારો ખેડૂતોને મળશે પાણીનો લાભ
બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધીએ અડીને આવેલો જિલ્લો છે અને દર વર્ષે અનિયમિત વરસાદને કારણે અહીં પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે તેવામાં શુક્રવારે ડીસા તાલુકાના નાગફળા ગમે લોકભાગીદારીથી શરૂ કરાયેલા જળસંચય કાર્યક્રમ થકી આવનારા સમયમાં અહીં ચોમાસા દરમિયાન વેડફાતા પાણીનો સંગ્રહ થશે. તેનો લાભ હજારો ખેડૂતોને મળશે. આજરોજ ડીસા તાલુકાના નાગફળા ગામે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે જળસંચય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના જન્મદિવસની અનોખી ઉજવણી, આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા બનાવેલા ગોબર ગેસ પ્લાન્ટથી જિલ્લામાં પશુપાલકોને ફાયદો