બનાસકાંઠાઃ બૉલીવુડની ફિલ્મોને ઊભા થઈ રહેલા વિવાદોની સંખ્યામાં વર્તમાન સમયમાં ખૂબ જ વધી રહી છે. છપાક ફિલ્મના વિરોધ બાદ તેની સાથે જ રજૂ થયેલી અને બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થયેલી તાનાજી ફિલ્મને લઈ નાઈ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
તાનાજી ફિલ્મનાં વિરોધમાં ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું - Tanaji film
તાજેતરમાં રજૂ થયેલી બ્લોક બસ્ટર ફિલ્મ તાનાજી વિવાદોમાં સપડાઇ છે. ફિલ્મમાં રજૂ કરાયેલા ડાયલોગને લઈ નાઈ સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાંથી કેટલાક વાંધાજનક ડાયલોગ નીકળવા માટે બુધવારે ડીસામાં નાઈ સમાજના યુવકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
હિન્દી ફિલ્મના વિરોધમાં ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
ઐતિહાસિક વાર્તા પર બનેલી આ ફિલ્મમાં નાઈ સમાજને અપમાનિત કરતા કેટલાક ડાયલોગ દર્શાવવામાં આવ્યા હોવાના લીધે નાઈ સમાજ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવવામાં આવી રહ્યો છે. ફિલ્મના વિરોધમાં બુધવારે ડીસામાં નાઈ સમાજના આગેવાનો એકત્રિત થઈને ડીસા સ્થિત નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી ફિલ્મ તાનાજી ફિલ્મમાંથી વિવાદિત ડાયલોગ અને સિન દૂર કરવાની માંગણી સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.