ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના 40 ગામોના તળાવોમાં નર્મદાનું નીર આપવા મુખ્યપ્રધાનને કરાઈ લેખિતમાં રજૂઆત

બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા હોવાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ સાબિત થઈ રહી છે ત્યારે જિલ્લા પંચાયતના 40 ગામોના તળાવોમાં જો નર્મદાનું પાણી નાખવામાં આવે તો ખેડૂતોની સિંચાઈના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે. જિલ્લા પંચાયતના વડગામ સીટના સભ્ય અશ્વિનભાઈ સક્સેનાએ આ અંગે મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરી વડગામ તાલુકાના 14 ગામોના 18 તળાવ ઉપરાંત જિલ્લાના અન્ય 26 એમ કુલ 40 તળાવોમાં નર્મદાનું પાણી આપવાની રજૂઆત કરી છે. જો આ ગામડાઓમાં નર્મદાના નીર આવશે તો ખેતીના પ્રશ્નો મહદઅંશે હલ થઈ શકે તેમ છે.

નર્મદાનું નીર આપવા મુખ્યપ્રધાનને કરાઈ લેખિતમાં રજૂઆત
નર્મદાનું નીર આપવા મુખ્યપ્રધાનને કરાઈ લેખિતમાં રજૂઆત

By

Published : Feb 10, 2021, 4:50 PM IST

  • ગામડાઓમાં નર્મદાના નીર આવશે તો ખેતીના પ્રશ્ન મહદઅંશે હલ થઈ શકે
  • ખેડૂતો સુખી અને સમૃદ્ધ બની શકેઃ પંચાયતના સભ્ય અશ્વિનભાઈ સક્સેના
  • જિલ્લાના અન્ય 26 ગામોને પણ પાઇપલાઇન થકી નર્મદાનું પાણી આપવાની રજુઆત

બનાસકાંઠાઃ જિલ્લાના વડગામ તાલુકા સહિત જિલ્લાના ખેડૂતોને પગભર કરવા 40 ગામોના તળાવોમાં નર્મદાનું પાણી નાંખવાની માગ જિલ્લા પંચાયતના જ સભ્યો કરી રહ્યાં છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વડગામ તાલુકાના ખેડૂતોને સમૃદ્ધ કરવા મુક્તેશ્વર ડેમમાં પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. જેથી વડગામ તાલુકાના 14 ગામોના 18 તળાવો અને ઉમરેચા ડેમમાં પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી આપવાની માંગ સાથે વધુ 26 ગામોને પણ પાઇપલાઇન મારફત નર્મદાનું પાણી આપવાની માંગ જિલ્લા પંચાયતના વડગામના સભ્ય અશ્વિનભાઈ સક્સેનાએ કરી છે. જિલ્લાના કુલ 40 ગામોને નર્મદાનું પાણી આપવામાં આવે તો વડગામ સહિત જિલ્લાના ઘણાખરા ખેડૂતો સુખી અને સમૃદ્ધ બની શકે તેમ છે. તેમ પંચાયતના સભ્ય અશ્વિનભાઈ સક્સેનાએ જણાવ્યું હતું.

કયા કયા ગામોને નર્મદાનું નીર આપવા કરાઈ રજૂઆત

માહી, ભરકાવાડા, માનપુરા, નાનોસના, મગરવાડા, લીંબોઈ, મેગાળ, પેપોળ, છાપી,પાંચડા, નાની ગીડાસણ, મોટી ગીડાસણ, ટીમ્બાચૂડી, નડાસર, માલોસના, વડગામ, નાંદોત્રા, તાજપુરા, મજાદર, પાલડી, મેતા, થલવાડા, ડાલવાણા, પીલુચા, નગાણા અને નગરપુરા ગામોને નર્મદાનું નીર આપવા રજૂઆત કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details