બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી તીડ નામની જીવાતનો આતંક વઘી રહ્યો છે. જિલ્લાના 7 તાલુકામાં 50 હજાર હેકટરથી પણ વધુ જમીનમાં તીડે ધામા નાખતાં તંત્ર દોડતું થયું હતું. આ બનાવની જાણ થતા જ બનાસકાંઠા જિલ્લાની નિયંત્રણ વિભાગની બે ટીમોએ સતત દસ દિવસથી દવાઓનો છંટકાવ કરી તેનો નાશ કર્યો હતો. ત્યારે ગુજરાત સરકારની પણ છ ટીમો દ્વારા તીડ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેતાં કૃષિપ્રધાને આ વિસ્તારની મુલાકાત લીધી હતી.
બનાસકાંઠામાં તીડ જીવાતનો આંતક, કૃષિપ્રધાનને અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડ નામની જીવાતનો આતંક વધતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ જીવાતને અટકાવવા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા શનિવારના રોજ કૃષિપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારની બીજીવાર મુલાકાત લીધી હતી. ત્યારબાદ કૃષિપ્રધાને તીડથી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી જીવાતને અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી.
બનાસકાંઠામાં તીડ જીવાતનો આંતક, કૃષિપ્રધાનને અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
ગુજરાત સરકારના કૃષિમંત્રી આર.સી.ફળદુએ સતત બીજીવાર બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં આવી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ સ્થાનિક કૃષિ વિભાગના અધિકારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. જેમાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી અને સ્થાનિક અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.