બનાસકાંઠાઃ જિલ્લામાં પોલીસે મહારાષ્ટ્રમાં છ હત્યા સહિત અસંખ્ય ધાડ અને લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસે મહારાષ્ટ્રમાં છ હત્યાના ગુનેગારને ઝડપ્યો - Maharashtra Police
બનાસકાંઠા જિલ્લામાં પોલીસે મહારાષ્ટ્રમાં છ હત્યા સહિત અસંખ્ય ધાડ અને લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
જિલ્લામાં પાલનપુર પોલીસે એક કુખ્યાત હત્યારાને ઝડપી પાડતા મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રનો રહેવાસી સાગર બાવરી મહારાષ્ટ્રમાં છ જેટલી હત્યા, ધાડ, ખંડણી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ કરી નાસતો ફરતો હતો. તેમજ ચાર દિવસ અગાઉ પણ નાગપુર પાસે એક પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી આ શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ખાનગી રાહે બાતમી મળતા આ આરોપી પાલનપુર વિસ્તારમાં આવ્યો હોવાનું જણાતા પોલીસ સતર્ક બની ગઇ હતી અને વોચ ગોઠવી પાલનપુર પૂર્વ પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડયો છે, તેમજ પોલીસે હાલ આ આરોપીને મહારાષ્ટ્ર પોલિસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.