- સોલાર પ્લાન્ટમાં કામ કરતા મજૂરોને વાવાઝોડાને લઈને સ્થાનાતર કર્યું
- વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઈને તંત્ર દ્વારા આગોતરું આયોજન
- સારૂ આયોજન કરી મજૂરોને સ્થળાંતર કરતા મજૂરોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠા :જિલ્લાના સરહદી વિસ્તાર રાધાનેસડા ગામે સોલાર પ્લાન્ટમાં કામ કરતા મજૂરોને વાવાઝોડાને લઈને સ્થાનાતર કર્યું હતું. જોકે, ત્રણ દિવસના વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઈને તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાઈ રહ્યું છે. જોકે, વાવાઝોડાની ગતિ ભારે હોવાથી કાચા મકાનમાં કે ઝૂંપડપટ્ટીમાં કે પછી પતરાવાળા મકાનમાં રહેતા લોકો માટે સાચવેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે. આજ રોજ વાવ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા આયોજન અધિકારીએ વાવ પંથકની પ્રજા અને સોલાર પ્લાન્ટમાં કામ કરતા મજૂર લોકોની ચિંતા કરતા સારૂ આયોજન કરી મજૂરોને સ્થળાંતર કરતા મજૂરોમાં પણ ખુશી જોવા મળી હતી.
જિલ્લા આયોજન અધિકારીએ વાવાઝોડાના પગલે વાવ પંથકની મુલાકાત લીધી આ પણ વાંચો : વડોદરાથી ગ્રાઉન્ડ રિપોર્ટ: વડોદરામાં ભારે પવન સાથે વરસાદનું આગમન જિલ્લા આયોજન અધિકારીએ વાવાઝોડાના પગલે વાવ પંથકની મુલાકાત લીધી 150 લોકોને ચોથાનેસડા માધ્યમિક શાળામાં સ્થળાંતર કર્યુંવાવના રાધાનેસડા ગામે સોલાર પ્લાન્ટમાં કામ કરતા કેટલાક મજૂર લોકોને આજે વાવાઝોડાથી બચવા તંત્ર દ્વારા અલગ આયોજન કરવામાં આવ્યું હતું. વાવના ચોથાનેસડામાં લાખોના ખર્ચે બનેલી માધ્યમિક શાળાનું હજુ લોકાર્પણ પણ થયું નથી. પરંતુ બનાસકાંઠા આયોજન અધિકારીએ મંજૂરીની ચિંતા કરતા 150 લોકોને "તૌકતેે" વાવાઝોડાથી બચવા ચોથાનેસડાની માધ્યમિક શાળામાં સ્થળાંતર કર્યું હતું. ત્યાં તમામ વ્યવસ્થા પણ કરાઈ હતી અને હજુ 400થી વધારે મજૂરોને કોઈ આંગણવાડી કે શાળા કે પછી કમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવા સૂચના અપાઈ હતી. આવા ખરા સમયે સારૂં આયોજન કરતા લોકોએ અધિકારીઓને બિરદાવ્યા હતા.
જિલ્લા આયોજન અધિકારીએ વાવાઝોડાના પગલે વાવ પંથકની મુલાકાત લીધી આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાના પગલે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા જિલ્લા આયોજન અધિકારીએ વાવાઝોડાના પગલે વાવ પંથકની મુલાકાત લીધી 400 જેટલા લોકોને નજીકની શાળાઓમાં સલામત ખસેડ્યા
રાધાનેસડા, ચોથાનેસડા સહિત આજુબાજુના 6 જેટલા ગામોના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મજૂરી અર્થે બહારથી આવેલા 400 જેટલા લોકોને નજીકની શાળાઓમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ આ તમામ લોકોને રહેવાની જમવાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જ્યાં સુધી વાવાઝોડાની અસર પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ લોકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચના અપાઇ છે. આ સિવાય સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગામડાઓમાં પણ વાવાઝોડાની અસરના કારણે લોકોને સલામત સ્થળે રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા આયોજન અધિકારીએ વાવાઝોડાના પગલે વાવ પંથકની મુલાકાત લીધી