બનાસકાંઠા: જિલ્લા LCB પોલીસે આંતરરાજ્ય ઘરફોડ અને વાહન ચોરીને અંજામ આપતી ગેંગની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે 4 બુલેટ અને 2 લક્ઝુરિયસ કાર સહિત 11 ચોરીના ગુનાઓને અંજામ આપનારા 7 રીઢા ચોરને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા LCBએ આંતરરાજ્ય ઘરફોડ અને વાહન ચોરીને અંજામ આપતી ગેંગની ધરપકડ કરી
બનાસકાંઠા LCB પોલીસે આંતરરાજ્ય ઘરફોડ અને વાહન ચોરીને અંજામ આપતી ગેંગની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે 4 બુલેટ અને 2 લક્ઝુરિયસ કાર સહિત 11 ચોરીના ગુનાઓને અંજામ આપનારા 7 રીઢા ચોરને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લા LCB પોલીસ 2 દિવસ અગાઉ વિવિધ ચોરીઓના ગુનાઓને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. આ સમયે પાલનપુર ધનીયાણા ચાર રસ્તા પાસે સફેદ કલરની ટોયટો ગાડી અને ચાર બુલેટ સાથે ઉભેલા કેટલાક શખ્સો શંકાસ્પદ જણાતા પોલીસે તેમની પૂછપરછ કરી હતી. જેમાં આ શખ્સોએ કાર અને બુલેટ ચોરી કરીને લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે આ સાતેય રાજસ્થાની શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. જેમાં આ ગેંગે પાલનપુર શહેર ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, નવસારી તેમજ રાજસ્થાનમાં પણ વિવિધ સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
લક્ઝુરિયસ કાર અને બુલેટની ચોરી કરવામાં આ ગેંગ માહિર છે. આ ઉપરાંત કરિયાણાની દુકાન, બેન્ક અને જૈન મંદિરમાં પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આમ બનાસકાંઠા LCB પોલીસે આ 7 રીઢા ચોરને 4 બુલેટ અને 2 કાર સહિત 6.18 લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.