બનાસંકાઠા: સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે ધંધા રોજગારની સાથે સાથે ધાર્મિક સ્થળો પણ બંધ છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આવેલા બાલારામ ,વિશ્વેશ્વર ,બાજોઠિયા મહાદેવ સહિત ધાર્મિક સ્થળો બંધ હોવાના કારણે આજુબાજુના જંગલ વિસ્તારમાં રહેતા વાંદરોની હાલત પણ કફોડી બની છે.
બનાસકાંઠા: લોકડાઉનમાં પશુ-પક્ષીઓને આપવામાં આવી રહ્યું છે ફળ અને અનાજ
દેશમાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગરીબોની સાથે સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની છે. ત્યારે આ સમયે ડીસાના સિંધી સમાજ દ્વારા શુક્રવારે બાલારામના જંગલોમાં જઈ પશુ-પક્ષીઓને ફળ અને અનાજ ખવડાવવામાં આવ્યા હતા.
બનાસકાંઠા: લોકડાઉનમાં અબોલ પશુ પક્ષીઓને આપવામાં આવી રહ્યું છે ફળ અને અનાજ
કારણ કે ચાલુ દિવસો દરમ્યાન અહીં આવતા શ્રદ્ધાળુઓ વાનરોને ફળફળાદી આપતા હતા. પરંતુ છેલ્લા સવા મહિનાથી લોકડાઉન હોવાના કારણે શ્રદ્ધાળુઓની અવરજવર બંધ થતા વાંદરોને મળતો ખોરાક પણ બંધ થઇ ગયો છે. જેથી તેમની કફોડી હાલત થઇ છે.
ડીસાના સિંધી સમાજના યુવાનો દ્વારા પશુ-પક્ષીઓ માટે અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. આ યુવાનો અલગ-અલગ વિસ્તારોના ચબૂતરાઓમાં પક્ષીઓ માટે ચણ, ગાયો માટે ઘાસચારો અને આવા ધાર્મિક સ્થળોની આસપાસ રહેતા વાનરોને ફળફળાદી આપી રહ્યા છે.