સહાયની જાહેરાતના રૂપિયા હજુ સુધી ન મળતા ખેડૂતો નારાજ બનાસકાંઠા:બટાટામાં સરકારે કરેલી સહાયની જાહેરાતના રૂપિયા હજુ સુધી ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સબસીડી મેળવવા માટે જે તળી અરજીઓ મળી હતી તેના માત્ર અમુક જ ટકા જેટલી અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા ભાગની અરજીઓ હજુ સુધી પેન્ડિંગ છે. ખેડૂતો આ સહાયની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે પરંતુ તંત્રની નીરસ કામગીરી અનેક સવાલો ઉભા કરે છે.
'આ વખતે અમે બટાકા વાવ્યા હતા અને સારું ઉત્પાદન થયું હતું પરંતુ કમોસમી વરસાદ થયો અને સાથે સાથે બટાકાના ભાવ પણ ગગડી ગયા હતા. જેના કારણે અમારે ખાતર બિયારણના પણ પૈસા આવે તેમ ન હતા. તેથી અમે સરકારને રજૂઆત કરી અને સરકારે પણ અમારી રજૂઆત સાંભળી અને અમને એક કટ્ટાએ 50 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આજ દિવસ સુધી અમારા ખાતામાં એ સહાયનો એક રૂપ પણ રૂપિયો જમા થયો નથી. તેથી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક જેમ બને તેમ અમને અમારા ખાતામાં પૈસા જમા કરે તેથી આવનાર સિઝનમાં અમે ખાતર-બિયારણ એ પૈસાથી લાવી શકીએ.' -સ્થાનિક ખેડૂતો
સબસીડીની જાહેરાત: ડીસામાં 68,000 હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર થાય છે તેમ જ બટાકાના સંગ્રહ માટે ડીસા વિસ્તારમાં 250 થી વધુ કોલ્ડ સ્ટોરેજો આવેલા છે. ચાલુ વર્ષે બટાકાની સીઝનમાં ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવો ન મળતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મુકવા પ્રતિ કિલો દીઠ એક રૂપિયાની સબસીડી જાહેર કરવામાં આવી હતી. આમ ખેડૂતોને બટાકાના રૂપિયા 50 સબસીડી મેળવવા બાગાયત નિયામકની કચેરીએ અરજી કરવાની હતી.
'બનાસકાંઠા જિલ્લાની ટોટલ બટાકાના સહાય માટેની 41,247 અરજીઓ આવેલી હતી. જેમાંથી સરકાર દ્વારા 34,929 અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે. આજ દિવસ સુધીમાં કુલ 6,460 અરજીઓનું ચુકવણું થઈ ગયેલ છે. જે અરજીઓ ચૂકવણું બાકી છે છેલ્લા 1 મહિનામાં ચુકવણું કરી દેવામાં આવશે. હાલમાં રોજની 1,000 જેટલી અરજીઓનું ચુકવણું કરવામાં આવે છે. ટૂંક સમયમાં જ આ તમામ અરજીઓનું નિકાલ કરી દેવામાં આવશે.' -અનન્યા જોષી, નાયબ બાગાયતી નિયામક અધિકારી, બનાસકાંઠા
- Navsari Farmer: થાઇલેન્ડની વેરાયટીએ ખેડૂતોને થોકડી કરાવી, નેપિયર ઘાસની ખેતીનો નવતર પ્રયોગ
- Dragon Fruit: મહીસાગરના ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતીથી ઉભી કરી મબલક આવક, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી