- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ
- જિલ્લામાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં રેમડેસિવર ઇજેક્શનનું કાળાબજાર
- સરકારની ગાઈડ લાઈનનું અમલ કરાવવા લોકમાંગ
બનાસકાંઠા:સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર કોરોના વાઇરસને અટકાવવા માટે જેટલા પ્રયાસો કરી રહ્યું છે તેટલા જ બમણા વેગથી કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે તેવામાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવે હોસ્પિટલ્સ કોરોનાના દર્દીઓથી ઉભરાવવા લાગી છે. તો બીજી તરફ કોરોના વાઇરસ દર્દીઓની સારવારના સાધનોની અછત વર્તાવા લાગી છે ખાસ કરીને વેન્ટિલેટર, ઓક્સિજન, રેમડેસિવર ઈન્જેકશન સહિત બેડ પણ ખૂટી પડ્યા છે. બનાસકાંઠામાં જિલ્લામાં સૌથી વધુ કોરોના સંક્રમણ ડીસા અને પાલનપુરમાં થઈ રહ્યું છે. અહીં રોજના 100થી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા ડીસા અને પાલનપુરમાં ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. પાલનપુરમાં બનાસ કોવિડ હોસ્પિટલ અને ડીસામાં જનતા હોસ્પિટલમાં થઈ 200 જેટલા દર્દીઓ માટે વેન્ટિલેટર, ઑક્સિઝન , રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે તેમ છતાં પણ જે રીતે કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં હજુ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તેવું ખાનગી હોસ્પિટલના તબીબોમાં રહ્યાં છે.
જિલ્લામાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં રેમડેસિવિર ઇજેક્શનનું કાળાબજાર
બનાસકાંઠામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે ડીસામાં આવેલા તમામ I.C.U. માં જગ્યા નથી. કોરોના પીડિત દર્દીઓને દાખલ કરવા માટે તબીબો આગળ આજીજી કરવી પડે છે. જોકે I.C.U.ના અભાવના કારણે અનેક દર્દીઓને આમ તેમ રઝળવું પડે છે. સાથે રેમડીસીવર ઇન્જેક્શન જે કોરોના પીડિત દર્દીઓને જરૂર છે. તેમને બનાસકાંઠા જિલ્લામાં ક્યાંય ન મળતા દર્દીના સગાઓ અમદાવાદ સુધી રઝળપાટ કરવા છતાં ઇન્જેક્શન ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના દાવા હતા કે સબ સલામત છે તે તમામ પોકળ સાબિત થયા છે. ડીસામાં હાલ અનેક દર્દીઓને રેમડીસીવર ઇન્જેક્શનની જરૂર હોવા છતાં ન મળવાના કારણે દર્દીઓ રઝળી રહ્યાં છે. ત્યારે તંત્ર કહે છે જિલ્લામાં ઇન્જેક્શનો સ્ટ્રોક આવ્યો જ નથી જોકે તંત્રની એક તરફ સુવિધાના દાવાઓ છે અને બીજી તરફ બેવડી નીતિથી સમગ્ર જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો છે. કોરોના પીડિત દર્દીના સગાએ જણાવ્યું હતું કે ઇન્જેક્શન માટે હું અમદાવાદ સુધી રઝળપાટ કરી આવ્યો છતાં ઇન્જેક્શન મળ્યું નથી. ડીસામાં મારા પરિવારના પીડિત દર્દીને ઇન્જેનશનની જરૂર ઊભી થઈ છે ત્યારે PM સુધી ઇ-મેઇલ કરીને પણ જાણ કરી છતાં હજુ સુધી મને ઇન્જેક્શન મળ્યા નથી. મારા પરિવારનો દર્દી હાલ પણ કણસણી રહ્યો છે. સરકારને વિનંતી કે ઇન્જેક્શન પુરા પાડે અને જરૂરિયાત મંદ તમામને ઇન્જેક્શન પુરા પાડે એવી મારી વિનંતી છે. જો કે બનાસકાંઠામાં ચાલતા ઇન્જેનશનના કાળા બજારમાં હું લેવા માંગતો નથી. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં એક ઇજેક્સનના 12,000 રૂપિયા લેવામાં આવે છે. તેમના સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે.
વધુ વાંચો:સુરતમાં AAP કાર્યકર્તાઓ કોરોના આઇસોલેશન વોર્ડમાં મદદ કરવા જોડાયા