બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે ખેડૂતો વર્ષોથી ખેતી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને થયેલા નુકસાનના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ધીરે ધીરે પશુપાલન તરફ વળ્યા હતા. જે બાદ બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકોને સારા ભાવ અને દૂધમાં સારી આવક મળી રહે, તે માટે એશિયાની નંબર-1 બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ખેડૂતો ખેતી ઓછી કરી પશુપાલન તરફ વળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલનમાં શ્રેષ્ઠ, વડાપ્રધાનના હસ્તે એવોર્ડ કાનૂબેન પાસેથી બનાસ ડેરી દ્વારા તેમના પરિવારનું ગુજરાન ચાલે એ માટે દૂધ ખરીદવાનું શરૂ કર્યું હતું. જે કારણે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પશુપાલકો તૈયાર થયા છે.કાનૂબેનનું પુરૂ નામ છે, કાનૂબેન રાવતભાઈ ચૌધરી થોડા વર્ષો પૂર્વે માત્ર આઠથી દસ જ પશુથી વ્યવસાય શરૂ કર્યો હતો. આ વ્યવસાય હાલ 80થી વધારે શંકર ગાય અને 40 ભેંસો દ્વારા દૂધ ઉત્પાદન કરે છે, અને દરરોજનું 1000 લીટર દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવે છે. દૂધના આ વ્યવસાયથી તેઓ દર મહિને 6 લાખ રૂપિયાની કમાણી કરે છે.
બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલનમાં શ્રેષ્ઠ, વડાપ્રધાનના હસ્તે એવોર્ડ બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલનમાં શ્રેષ્ઠ, વડાપ્રધાનના હસ્તે એવોર્ડ કાનૂબેનના કહેવા મુજબ, તેમના ત્યાં પ્રાણીઓને પીવા માટે સ્વચ્છ પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં છે. પ્રાણીઓને દરરોજ સવારે 9 વાગે ફુવારથી નવડાવામાં આવે છે. ખુલ્લા કન્ટેનરની અંદર રાખીને સાફ પણ કરવામાં આવે છે. ઢોર માટે આપવામાં આવેલા લીલા અને સૂકા ચારાને કાપવા માટે એક મોટર સંચાલિત ચાફટરની સુવિધા છે. પશુધન માટે લીલું ઘાસ 5 એકર જમીનમાં નાખવામાં આવે છે. મોટી સંખ્યામાં પ્રાણીઓનું સંચાલન કરવા માટે આણંદ ડેરી તથા બનાસ ડેરીના માર્ગદર્શન સાથે પંજાબના પેટર્ન હેઠળ, પંજાબ પરિહાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 10 પ્રાણીઓને સ્વચાલિત દૂધ આપનાર મશીન દ્વારા દૂધ ડેરીમાં જાય છે.
બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલનમાં શ્રેષ્ઠ, વડાપ્રધાનના હસ્તે એવોર્ડ ઉનાળાના વાતાવરણમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચારાની અછત દરમિયાન, લીલા ઘાસના ઉપયોગથી પૂરતુ દૂધ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. જ્યારે ઓછા ઢોરમાં હતા, તો દૂધ ભરવા માટે ગામના દૂધ ક્લબમાં જવું પડતું હતું. હવે દૂધ-કેન્દ્ર ખેતરની પાસે છે, જેથી સવાર સાંજ દૂધ ડેરી માટે જાય છે. કાનુબેન ચૌધરી માટે દેહાતી વ્યવસાયમાં શ્રેષ્ઠ કામ માટે ઘણા પુરસ્કારો મળ્યાં છે. વર્ષ -2016માં બનાસ ડેરી પાલનપુર દ્વારા બનાસ લક્ષ્મી પુરસ્કાર, વર્ષ 2017માં NDDB આણંદ દ્વારા ઉત્તમ મહિલા દૂધ ઉત્પાદક પુરસ્કાર, બાનસ ડેરી દ્વારા બાનસ લક્ષ્મી પુરસ્કાર, એનિમલ વેટરન દ્વારા શ્રેષ્ઠ એનિમલ વેટરન પ્રમાણપત્ર, આર્બુદા યુવા ફાઉન્ડેશન ધાનેરા દ્વારા શ્રેષ્ઠ પશુ ચિકિત્સા પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલનમાં શ્રેષ્ઠ, વડાપ્રધાનના હસ્તે એવોર્ડ બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલનમાં શ્રેષ્ઠ, વડાપ્રધાનના હસ્તે એવોર્ડ આ ઉપરાંત દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પશુધનમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહિન્દ્રા સમૃદ્ધિ, અમદાવાદ દ્વારા કૃષિ પ્રેરણા સન્માન અને મહારાષ્ટ્ર ફાઉન્ડેશન ગુજરાતની ગૌરવના એક પુરસ્કારથી પણ તેમને નવાજમાં આવ્યા છે. પાલનપુરમાં 69માં પ્રજાસત્તાક દિવસના અવસર પર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કાનુબેનને સન્માનિત કરવામાં આવ્યા. આપણા દેશની અનેક મહિલાઓએ આજે વિશ્વસ્તરે અનેક ક્ષેત્રમાં નામના મેળવી છે. તેઓ આજની ઉચ્ચ શિક્ષણ ધરાવતી અને મોર્ડન જીવન શૈલીમાં જીવતી આધુનિક નારીઓ હોય છે. આજે તેમને એક એવી મહિલા વિશે વાત કરીએ છીએ કે, જે ગુજરાતના એક નાનકડા ગામડાના અને ગામઠી જીવન જીવે છે. તેઓ કોઈ કોર્પોરેટર કંપનીમાં નોકરી નથી કરતા, પરંતુ અનેક મિલ્ક ડેરી પ્રોજેકટની કો-ઓર્પોરેટ સંસ્થાઓ તેમની પ્રોડકટ ખરીદવા માટે તેમની પાસે આવે છે.
બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલનમાં શ્રેષ્ઠ, વડાપ્રધાનના હસ્તે એવોર્ડ બનાસકાંઠા જિલ્લાની મહિલા પશુપાલનમાં શ્રેષ્ઠ, વડાપ્રધાનના હસ્તે એવોર્ડ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા નાનકડા ચારડા ગામમાં રહેતા અને પશુપાલનમાં સારી સિદ્ધિ મેળવનાર કાનૂબેનની આ પ્રગતિ જોઈ તેમના ગામના અનેક ખેડૂતો ખેતીની સાથે પશુપાલન તરફ વળ્યા છે, અને આજે કાનૂબેનની જેમ પશુધનમાંથી સારી આવક મેળવી રહ્યા છે. કાનૂબેનને પોતાનું દૂધ ભરાવવા માટે પહેલા દૂર દૂર સુધી જવું પડતું હતું. બનાસકાંઠા જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતમાં રોજનું સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા બન્યા છે. બનાસડેરી દ્વારા તેમના ગામમાં જ બનાસ ડેરી સંચાલિત ડેરી બનાવી આપવામાં આવી જેના કારણે કાનૂબેનને હવે સરળથી પોતાના પશુધનનું 1000 લીટર દૂધ ભરાવી આવે છે. ગામમાં બનેલી આ ડેરીના કારણે આજે કાનૂબેનના ગામના ખેડૂતોને પણ સારો એવો ફાયદો થાય છે.