ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

દાંતા, અમીરગઢ અને ડીસા તાલુકાના ગામો તથા ડીસા નગરપાલિકાના વોર્ડ નં-1 અને વડગામ તાલુકાના સીસરાણા ગામમાં કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયો છે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા તકેદારી ભાગરૂપે કન્ટેઈનમેન્ટ એરિયામાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામું બુધવારથી તારીખ 31/05/2020 (21 દિવસ) સુધી અમલમાં રહેશે.

Banaskantha
બનાસકાંઠા

By

Published : May 13, 2020, 3:02 PM IST

બનાસકાંઠા: હાલમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કર્યું છે. ભારતમાં પણ કોવિડ-19ના વધારે પ્રમાણ કેસો નોંધાયા છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના તારીખ 13/03/2020ના જાહેરનામાથી ધ એપેડેમીક ડિસીઝ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપેડમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્શ-2020 જાહેર કર્યું છે.

કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસના સંકમણને અટકાવવાના પગલારૂપે ભારત સરકારના તા. 01/05/2020ના આદેશથી લોકડાઉનનો સમયગાળો તા.04/05/2020થી વધુ બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. મિશન ડાયરેક્ટર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા. 06/04/2020ના પત્રથી કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવ્યું છે.

બુધવારથી તા.31/05/2020 (21 દિવસ) સુધી અમલમાં રહેશે

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં દાંતા તાલુકાના દાંતા તથા મોટાસડા ગામમાં, અમીરગઢ તાલુકાના ધનપુરા(ઢો) ગામમાં, ડીસા તાલુકાના સમશેરપુરા, સરયુનગર (જૂના-ડીસા), ડીસા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં-1ની (સંભવનગર સોસાયટી) તાલુકો ડીસા તેમજ વડગામ તાલુકાના સીસરાણા ગામમાં સીમતળ ખેતરમાં કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂર છે.

સીસરાણા ગામમાં કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયો

સંદીપ સાગલે (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-30 તથા કલમ-34 તેમજ ધી એપેડમીક ડિસીઝ એકટ 1897ની કલમ–2 અન્વયે મળેલી સત્તાની રૂએ નીચે દર્શાવેલા નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે. નીચે જણાવેલા વિસ્તારને કોવિડ-19 કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે.

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા તકેદારી ભાગરૂપે કન્ટેઈનમેન્ટ એરિયામાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

કોવિડ-19 કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે તથા બફ૨ ઝોન જાહેર કરવામાં આવે છે. દાંતા તાલુકામાં દાંતા ગામમાં લખવારવાસ, ટ્રેઝરી આજુબાજુનો વિસ્તાર, પ્રજાપતિવાસ(બંને), દાંતાથી રસુલપુર રોડના રાવળ, દેવી પૂજકવાસ, દરબારવાસની ગલીથી વાઘેલાવાસની ગલી સુધીનો વિસ્તાર), મોટાસડા ગામમાં ગેલોતવાસ, રાવળવાસ, દરજીવાસ, રબારીવાસ), અમીરગઢ તાલુકાના ધનપુરા(ઢોલીયા), ડીસા તાલુકાના શમશેરપુરા, સરયુનગર(જૂના ડીસા) અને ડીસા નગરપાલિકા વિસ્તાર વોર્ડ નં-1 સંભવનગર સોસાયટી અને વડગામ તાલુકાના સીસરાણા ગામમાં આવેલા જોષી બાબુલાલ કેશવલાલના ખેતર તથા આજુબાજુના વિસ્તારને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે.

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા તકેદારી ભાગરૂપે કન્ટેઈનમેન્ટ એરિયામાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

જાહેર કરવામાં આવેલા કન્ટેઈનમેન્ટ એરિયાના ગામના તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડીસા નગરપાલિકા વિસ્તાર વોર્ડ નં-1 સંભવનગર સોસાયટીમાં તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજ-વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. જાહેર કરવામાં આવેલા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી રાજય માર્ગ/જિલ્લા મુખ્ય માર્ગ પસાર થતાં હશે, તો અવરજવર માટે ખુલ્લા રાખવામાં આવશે.

ઉપરોક્ત જણાવેલા વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે
(૧) સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત)
(ર) આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો
(૩) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકો

આ જાહેરનામું તા. 11/05/2020થી તા. 31/05/2020 સુધી 21 દિવસે સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનારા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51થી 58 તથા ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details