Banaskantha Crime : લૂંટને અંજામ આપે એ પહેલાં જ ડીસા શહેર ઉત્તર પોલીસે આરોપીઓને દબોચ્યાં બનાસકાંઠા : ડીસા ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ જે.ડી. પરમારને બાતમી મળી હતી કે ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં ત્રણે શખ્સો દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરી રહ્યા છે. જેથી પોલીસની ટીમ સ્થળ પર જઈ તપાસ કરતા નહેરુનગર ટેકરામાં કબીર આશ્રમની પાછળ તુરી બારોટ વાસ તરફ જતા રસ્તા ઉપર એક મોટરસાયકલ પાસે 3 શખ્સો ઉભા હતા. જેઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ત્રણેયનો પીંછો કરી ઝડપી લીધા હતા.
ગઈકાલ રાત્રે અમારી ડીસા ઉત્તર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાદમે મળી હતી કે આવતી કાલે હથિયાર સાથે પાલનપુરની એક જ્વેલર્સમાં આ નામના આરોપીઓ લૂંટ કરવાના છે ત્યારે એક પિસ્તોલ અને બે કારતુસ સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે...અક્ષયરાજ મકવાણા( જિલ્લા પોલીસ વડા)
લૂંટનો કારસો :પોલીસે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી, રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઈ ઠાકોર તેમજ વિષ્ણુજી ઈશ્વરજી ઠાકોરની અટકાયત કરી પૂછપરછ કરતા તેમની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર અને એક જીવતો કારતુસ મળી આવ્યા હતા.પોલીસે તેઓની પૂછપરછ ઝડપાયેલા આરોપીઓ અગાઉ પાલનપુર સબજેલમાં હતા ત્યારે પાલનપુરના ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી સાથે મુલાકાત થયેલી અને તેણે પાલનપુરની એક જ્વેલર્સને લૂંટવાનો પ્લાન કર્યો હતો. બાદમાં જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીઓએ જવેલર્સની રેકી કરી કરી હતી અને દુકાનનો માલિક જ્યારે દાગીના લઈને ઘરેથી દાગીના લઈ દુકાને જતો હોય ત્યારે તેને લૂંટી લેવાનો કારસો રચ્યો હતો.
મધ્યપ્રદેશથી લાવ્યા રિવોલ્વર : આરોપીઓ પાલનપુર જવેલર્સની જ્યારે રેકી કરવા ગયા ત્યારે ઇમરાને ગેસ્ટ હાઉસમાં રહેવાની સગવડ પણ કરી આપી હતી. રિવોલ્વર ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તે અંગે પૂછતાં ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ આજથી પંદર દિવસ અગાઉ પાલનપુરથી ટ્રેન મારફતે આગ્રા અને આગ્રાથી ટ્રાવેલ્સ મારફતે ધોલેપુર થઈ મોરેના પહોંચ્યા હતા. જ્યાં જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મુરેના ( મધ્યપ્રદેશ ) પાસેથી રિવોલ્વર અને કારટીસ લાવ્યા હતા.
5 લોકો સામે ફરિયાદ : ડીસા શહેર પોલીસે અત્યારે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી રહે. ગોવર્ધનપાર્ક- ડીસા, રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઇ ઠાકોર રહે. ભોપાનગર- ડીસા અને વિષ્ણુજી ઈશ્વરજી ઠાકોર રહે. ભોપાનગર-ડીસાની અટકાયત કરી છે જ્યારે જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મોરેના અને ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી રહે. પાલનપુર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Ahmedabad Crime : લૂંટના ઈરાદે અમદાવાદ આવેલો આરોપી હથિયાર સાથે ઝડપાયો, ગુજરાતમાં અનેક લૂંટને આપી ચૂક્યો છે અંજામ
- Jamnagar Crime : 20 લાખની લૂંટ પોતે જ કરીને ફરિયાદ નોંધાવી, પોલીસ લાગી ગઇ ધંધે
- Surat Crime News: સુરતમાં એક કિલો સોનાની લૂંટ પાછળ IIT ખડકપુરના પૂર્વ વિદ્યાર્થી માસ્ટરમાઈન્ડ