31 મેના દિવસને ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આજના દિવસે ડીસા શહેરના સાંઈબાબા મંદિર ખાતે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો દ્વારા વ્યસનથી લોકો દૂર રહે તે માટેના અલગ અલગ ચિત્રો બનાવી લોકોને સંદેશો આપ્યો હતો. આજે નાના બાળકો તેમજ મોટા સૌ કોઈ વ્યસનોમાં જઈ રહ્યા છે જેના કારણે તેમનો પરિવાર પણ બરબાદ થઈ રહ્યો છે. ત્યારે નાના બાળકોએ અલગ અલગ ચિત્રો બનાવી આવા લોકો વ્યસનોથી દૂર રહે તે માટેનો સંદેશો અલગ અલગ ચિત્રો બનાવી લોકો વધુમાં વધુ વ્યસનોથી દુર થાય તે માટે આપવામાં આવ્યો હતો.
વર્લ્ડ નો ટોબેકો ડેઃ ડીસામાં બાળકોએ ચિત્રો દોરી વ્યસન મુક્તિનો આપ્યો સંદેશ - disa
બનાસકાંઠાઃ ડીસામાં 'વર્લ્ડ નો ટોબેકો ડે' પર બાળકો દ્વારા ચિત્રો દોરીને વ્યસનોથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ હતી. આજના દિવસને ‘વર્લ્ડ ટોબેકો ડે’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ડીસામાં પણ શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા લોકો વ્યસનોથી દૂર રહે તે માટે અલગ-અલગ ચિત્રો બનાવી સંદેશો આપવામાં આવ્યો હતો.
આજના યુગમાં સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકો વ્યસન તરફ જઈ રહ્યા છે. આજે સમગ્ર વિશ્વમાં લોકો દારૂ સિગારેટ તેમજ અન્ય નશીલા પદાર્થો તરફ જઈ રહ્યા છે. જેના કારણે તેમનો આખો પરિવાર બરબાદ થઈ રહ્યો છે. ત્યારે ડીસા સાંઈબાબા મંદિર ખાતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા બાળકો પાસે લોકો વ્યસનોથી દૂર થાય તે માટે અલગ-અલગ પ્રકારના ચિત્રો દોરવામાં આવ્યા હતા અને આ ચિત્રો દ્વારા વધુમાં વધુ લોકો વ્યસનોથી દૂર થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ આ ચિત્રો જોઈ વ્યસનોથી દૂર રહીશું તેવો શપથ લીધા હતા.