બનાસકાંઠાઃ શનિવારે પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબમાં રહેતા પરિવારો પર JCB વડે હુમલો કરવામાં આવ્યો હતો. 25 જેટલા લોકોએ હોકી વડે હુમલો કરતા હુમલામાં બે લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યોર્જ ફિફ્થ ક્લબમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારના 4 મકાન JCBથી તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે પાલનપુરમાં શનિવારે બિહારવાળી ઘટનાની યાદ અપાવી જાય છે. જો કે, સરેઆમ ગુંડાગર્દી કરવા છતાં પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ લેવા માટે આનાકાની કરી રહી છે. હજુ સુધી આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી નથી.
4 મકાન JCBથી તોડી પાડવામાં આવ્યા પાલનપુર જ્યોર્જ ફિફ્થ કલબનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. 70થી વધુ વર્ષથી ત્યાં પરિવારો રહે છે. આ પરિવારો 70 વર્ષનો આ જગ્યા પર ભોગવટો ધરાવે છે. જ્યાં શનિવારે પાલનપુરના ક્લબના સમર્થનમાં આવેલા કેટલાક લોકોએ આ પરિવાર પર હુમલો કર્યો હતો.
શખ્સોએ હોકીઓ વડે હુમલો કરી સ્થાનિકોને ઈજા પહોંચાડી હતી. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. જો કે, પરિવારના કેટલાક લોકો ઘરમાં સુતા હતા. ત્યારે જ JCB વડે 4 ઘર તોડી પાડવામાં આવ્યા હતા. સરેઆમ ગુંડાગર્દીની ઘટના પાલનપુરમાં બની હોવા છતાં પણ પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો.
પાલનપુર જ્યોર્જ ફિફ્થ કલબનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે આ ઘટનામાં જવાબદાર હુમાલાખોરો પોલીસ સાથે અંગત સંબંધો ધરાવતા હોવાને કારણે તેમનો બચાવ કરવામાં આવી રહ્યો છે, તેવું સ્થાનિકોનું કહેવામાં આવી રહ્યું છે. પાલનપુર ક્લબની આ વિવાદિત જગ્યામાં કોઈપણ નોટીસ વગર કે, કોઈ પણ જાણ કર્યા વગર JCBથી ઘર તોડી પાડી નાખ્યા હતા. આ હુમલો કરી સમગ્ર શહેરને ભયમાં મૂકનારા આ ઈસમો સામે પાલનપુર પોલીસ ફરિયાદ લેવામાં શા માટે આનાકાની કરી રહી છે. જે કારણે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.
પાલનપુરમાં રહેતા પરિવારો પર હુમલો