ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્ત્વોએ પશુઓ પર જ્વલંતશીલ પદાર્થ છાંટ્યો

ગુજરાતમાં પશુઓના રક્ષણ માટે સરકારે કડક કાયદા બનાવ્યા છે, તેમ છતાં અસામાજિક તત્ત્વો સરકારનો ડર રાખ્યા વગર પશુઓઓ પર અત્યાર કરી રહ્યા છે. પાલનપુરના એસબીપુરા નજીક કેટલાક અસામાજિક તત્ત્વોએ ચાર પશુ પર એસિડ છાંટી કાયદા-વ્યવસ્થાને ખૂલ્લી ચેલેન્જ આપી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્ત્વોએ પશુઓ પર જ્વલંતશીલ પદાર્થ છાંટ્યો
બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્ત્વોએ પશુઓ પર જ્વલંતશીલ પદાર્થ છાંટ્યો

By

Published : Jan 7, 2021, 12:34 PM IST

  • બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્ત્વો બન્યા બેફામ
  • અબોલ પશુઓ પર અસામાજિક તત્ત્વોએ છાંટ્યું એસીડ
  • પશુઓને ઈજા પહોંચાડવાથી પશુપ્રેમીઓમાં નારાજગી
    બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્ત્વોએ પશુઓ પર જ્વલંતશીલ પદાર્થ છાંટ્યો

બનાસકાંઠાઃ થોડા દિવસ અગાઉ ગઢ ગામમાં પણ પશુઓ પર અત્યાચાર ગુજારાયાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ફરી એક વાર પશુ પર અત્યાચાર વધી રહ્યા છે. આ અંગેની મળતી માહિતી અનુસાર, પાલનપુર તાલુકાના એસબીપુરા ગામ નજીક કેટલાક અસામાજિક તત્ત્વોએ ગત રાત્રિએ 4 પશુઓ પર એસીડ છાંટી પશુઓને ગંભીર ઈજા પહોંચાડી હતી. આના લીધે પશુપ્રેમીઓમાં ભારે આક્રોશ સાથે નારાજગી પ્રસરી ગઈ છે. પશુઓને હાલ વધુ સારવાર અર્થે ડીસા તાલુકાના ટેટોળા ગૌ શાળામાં ખસેડવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જ પશુને ટ્રેક્ટર સાથે ઢસેડવામાં આવ્યું હતું

આ ઘટના અંગે પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. હજુ ચાર દિવસ અગાઉ જ ગઢ ગામે કેટલાક લોકોએ પશુને ટ્રેક્ટર સાથે બાંધી જાહેર રસ્તામાં ઢસેડવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આજે પશુઓ પરના અત્યાચારની વધુ એક ઘટના પ્રકાશમાં આવતાં જીવદયાપ્રેમીઓ આવા અસામાજિક તત્વો સામે કાયદાની રૂએ કડક પગલાં ભરાય તેવી માગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details