ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અંબાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના - gujarat

અંબાજીઃ ગુજરાતના માજી મુખ્યપ્રધાન અને હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીક નવનિયુક્ત આનંદીબેન પટેલ અંબાજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતાં. આનંદીબેેને પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ક્લેક્ટર સંદિપ સાંગલે અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અંબાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના

By

Published : Jul 27, 2019, 1:55 AM IST

ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં નવનિયુક્ત થયેલાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 23મી જુલાઈએ પરિવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતાં. અંબાજી ખાતે પહોંચેલા આનંદીબેન પટેલનું જિલ્લા કલેકટર સંદીપ સાંગલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. તેમનું કુમકુમ તિલક કરી મંદિરમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આનંદીબેન પટેલ મંદિરના ગર્ભગૃહમાં ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા-અર્ચન સહિત કપુર આરતી કરાવી હતી ને માતાજીની સાડી અર્પણ કરી હતી.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અંબાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના

જ્યારે જિલ્લા કલેક્ટરે સ્મૃતિ ચિન્હ સ્વરૂપે યંત્રની પ્રતિકૃતિ આનંદીબેનને અર્પણ કરી હતી. ત્યારબાદ આનંદીબેને માતાજીની ગાદી ઉપર લાલજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતાં. આ પ્રસંગે આનંદીબેને જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ગુજરાતને રોલ મોડેલ બનાવવાની કામગીરી મોદી સરકારે કરી હતી. જેથી ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે ગણાય છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકેની જવાબદારી મળી છે. ત્યારે, તેના વિકાસ માટે અથાગ પ્રયત્ન કરવા તેમણે કટિબધ્ધતા દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details