- લાખણી તાલુકાની મહિલાઓની 'Woman Empowerment' ની અનોખી પહેલ
- મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી માટે ગ્રામપંચાયત આપે છે હીરા ઘસવાની તાલીમ
- માત્ર એક માસની તાલીમ બાદ મહિને 5,000-15,000 કમાઈ શકશે
- મહિલાઓએ શરૂ કર્યો રત્નકલાનો વ્યવસાય
બનાસકાંઠાઃ લાખણી તાલુકાના લવાણા ગામની મહિલાઓએ રસોઇ, ખેતી અને પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. આ વિસ્તારની સામાજિક રૂઢિચુસ્તતાના લીધે મહિલાઓ હીરા ઘસવાના કામથી ઘણી જ દૂર હતી. પરંતુ વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ( Atamnirbhar Bharat ) ભારત અભિયાન અને મહિલા સશક્તિકરણને ( Woman Empowerment ) વેગ આપવા લવાણા ગામના મહિલા સરપંચ દેમાબેન રાજપૂત અને તેમના પુત્ર રામાભાઇ રાજપૂત દ્વારા ગામની મહિલાઓને ઘરઆંગણે રોજગારી આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. જેનાથી છૂટક મજૂરી કરતી ગામની માતાઓ, બહેનો અને દીકરીઓ પણ ગામમાં જ રોજગારી મેળવી પોતાના કુંટુંબને આર્થિક રીતે સશક્ત બનાવવા મદદરૂપ બની રહી છે. આ સ્વરોજગારીનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આત્મનિર્ભર ભારત અભિયાનને આભારી છે તેમ ગામના અગ્રણી રામાભાઇ રાજપૂતે જણાવ્યું હતું.
લવાણા ગ્રામપંચાયતના સાથ અને સહકારથી હીરાઉદ્યોગ શરૂ
લાખણી તાલુકાના લવાણા ગામની મહિલાઓએ રસોઈ, ખેતી અને પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. જે આ વિસ્તારની મહિલાઓ ( Woman Empowerment ) માટે પ્રેરણાદાયી છે. લવાણા ગ્રામ પંચાયતના સાથ અને સહકારથી ગામની માતાઓ, બહેનો અને દીકરીઓને હીરા ઘસવાની તાલીમ આપવા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે અને હાલ પણ ચાલુ છે. હાલમાં 50 જેટલી બહેનોએ હીરાની તાલીમ માટે નામ નોંધાવ્યાં છે. રત્નકલાના કામને લઇ માતાઓ-બહેનો ખૂબ જ ઉત્સાહિત છે,જેથી બાજુના કુવાણા ગામના વતની અને હીરા ઉદ્યોગના વેપારી રમેશભાઈ માળીને રામાભાઈએ વાત કરતાં તેઓ પણ સહયોગ આપવા તૈયાર થઈ ગયાં. તેમણે કહ્યું કે, મહિલાઓને પગભર કરવાના કાર્યમાં રમેશભાઈએ મહિલાઓને હીરા ઘસવાની નિઃશુલ્ક તાલીમ આપવા માટે એક ટ્રેનર પણ આપ્યાં છે, તેમજ તાલીમ પૂર્ણ થયા પછી તેમને કામ મળી રહે અને તૈયાર થયેલા તમામ હીરા પણ તેઓ ખરીદશે.
હીરાના વ્યવસાયમાં બહેનો માસિક રૂ.5,000થી 15,000 કમાશે