ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ 4 જુલાઈએ રથયાત્રા નિકળનારી છે, જેને લઈ અંબાજી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું.
અંબાજીમાં કોમી એક્તા સાથે નિકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસ તંત્ર સજ્જ - police
બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજી ખાતે જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. આ યાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવન બને તે માટે પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ યાત્રા કોમી એક્તા ભરી નીકળે તે માટે લઘુકતી કોમના અગ્રણીઓને પણ ઉપસ્થિત રાખી તેમના માર્ગદર્શન લેવાયા હતા.
ambaji
અંબાજીમાં અઢી કિલોમીટર જેટલી લાંબી નીકળનારી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના અગ્રણીયો સહીત લઘુમતી કોમના અગ્રણીઓને પણ ઉપસ્થિત રાખી તેમના માર્ગદર્શન લેવાયા હતા અને આ રથયાત્રા કોમી એક્તા ભરી રીતે નીકળેને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સૂચનો કરાયા હતા. જોકે અંબાજીની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી નીકળી નગર પરિભ્રમણ કરી અઢી કિલોમીટનો રૂટ પૂર્ણ કરી પરત રાધાકૃષ્ણ મંદિરે પહોંચશે.