- PMOની ઓળખ આપીને 6 શખ્સો અંબાજી મંદિરમાં ઘૂસ્યાં
- અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈ દર્શન કરી લીધાંની ફરિયાદ
- પ્રમોદલાલે PMO અધિકારીની ઓળખ આપીને દર્શન કરાવવા જણાવ્યું હતું
- ટેમ્પલ ઇન્સપેકટરની ઓફિસમાં આવીને છેતરામણીથી સગવડ લીધી
અંબાજીઃ અંબાજી મંદિરમાં ( Ambaji Temple ) દર્શન કરવા આવેલાં છ શખ્સોએ PMOમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપી છેતરામણી કરી હતી. જુદાજુદા સ્થળોએ મુલાકાત લેનારા આ શખ્સો સામે જુદાજુદા સ્થળોએ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જ્યાં યાત્રાધામ અંબાજીમાં પણ આ છ શખ્સોએ આવી ઓળખ આપી ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ અંબાજી ટેમ્પલ ઇન્સપેકટરે નોંધાવી છે. 13 જૂલાઇ 2021ના રોજ બપોરના 1.45 કલાકે પ્રમોદલાલ નામનો વ્યકિત મંદિર ટ્રસ્ટની ઓફિસે આવ્યો હતો. જેની સાથે અન્ય પાંચ શખ્સો પણ હતાં. તેમણે પીએમઓ વડાપ્રધાન સલાહકાર સમિતિમાં ફરજ બજાવીએ છીએ તેવી ઓળખ આપી અંબાજી માતાના નિજ મંદિર (ગર્ભગૃહ)માં દર્શન કરવા છે તેમ જણાવતાં છએ જણાંને ગર્ભગૃહમાં દર્શન કરાવાયાં હતાં.