ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોકડ્રીલ યોજાઈ

અંબાજી: બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બરથી સાત દિવસનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ મેળામાં આગની ઘટના કોઈ માનવ સર્જીત હોનારત સર્જાય તો તંત્ર કેટલું સજાગ છે. તે જાણવા તકેદારીના ભાગરૂપે બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અંબાજીમાં શનિવારે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

ambaji

By

Published : Sep 1, 2019, 2:31 AM IST

અંબાજીમાં એક ગેસ્ટ હાઉસના પ્રાંગણમાં આગની ઘટના બની હતી. જેમાં ધુમાડાના ગોટેગોટા નિકળ્યા હતા. જો કે, આ સમગ્ર મામલે ફાયર ફાઈટરે આગને બૂજાવી હતી. એટલું જ નહીં એક બિલ્ડિંગ ઉપર ફસાઈ ગયેલા લોકોને પણ રેસક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતાં. આ ઘટનામાં પોલીસ ,જીઇબી, તેમજ એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું પ્રતીત કરાવ્યું હતું, જો કે, હાલમાં અંબાજી ખાતે ભરાયેલ મેળામાં કોઈપણ જાતની આવી ઘટના બને તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી સંપૂર્ણપણે સુસજ્જ હોવાનું જણાવવામાં આવ્યું હતું, એટલું જ નહીં આ 30 થી 35 જેટલી એનડીઆરએફના જવાનો પણ તૈનાત રાખવામાં આવ્યા છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોકડ્રીલ યોજાઈ

ABOUT THE AUTHOR

...view details