અંબાજી : ગુજરાતનું સૌથી મોટું યાત્રાધામ અંબાજી જ્યાં રાજ્યની સૌથી મોટી ગ્રામપંચાયત સ્થાપિત હોવાનું માનવામાં આવે છે.આ અંબાજીધામ એ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ છે. હાલમાં ગ્રામ પંચાયતની આવક સિમિત હોવાથી આર્થિક રીતે નબળી પુરવાર થતા અંબાજીનું વિકાસ રુંધાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર અંબાજીને એક નવી દિશા આપવાના પ્રયાસના ભાગરૂપે અંબાજીનો વધુ વિકાસ થાય અને વધુ સુવિધા સભર બને તે માટે એક નવી ઓળખાણ આપવા અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન બિલ-2020 પાસ થતા લોકોમાં ખુશીનો માહોલ
રાજ્ય સરકાર અંબાજીને એક નવી દિશા આપવાના પ્રયાસના ભાગરૂપેને અંબાજીનો વધુ વિકાસ થાય અને વધુ સુવિધા સભર બને તે માટે એક નવી ઓળખાણ આપવા અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગત 25 જાન્યુઆરી 2019ના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓથોરિટી શાસન લાગુ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધયક-2020 ચાલુ વિધાનસભાના ચોમાસુ સત્રમાં બિલ રજૂ કરી સર્વાનુમતે બિલને પસાર કરવામાં આવ્યુ છે.
ગત 25 જાન્યુઆરી 2019 ના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓથોરિટી શાસન લાગુ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધયક-2020 ચાલુ વિધાનસભાના ચોમાસુ સત્રમાં બિલ રજૂ કરી સર્વાનુમતે વિધયકને પસાર કરવામાં આવ્યો છે. આ વિધયક અંતર્ગત અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તામંડળમાં 11 સભ્યોનું મંડળ પણ રચવામાં આવશે. જે યાત્રાળુઓ અને પ્રવાસીઓ સહીત સ્થાનિક લોકોની સુવિધામાં વધારો કરશે અંબાજીના વિકાસને વેગ આપવા રાજ્યરકારે આ બિલને બહુમતીથી પસાર કરી અંબાજી શહેરને એક નવી ભેટ આપી છે.
આ કારણે અંબાજીના ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.અંબાજી નવા વિકાસ સાથે નવું આયામ ઉભુ કરશેને સ્થાનિક લોકો સહીત અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં પણ ચોક્કસ પણે વધારો થશે. એટલુજ નહીં પ્રવાસન નિયમન લાગુ કરાતા પ્રવાસીઓની સંખ્યા પણ વધશે જેને લઈ અંબાજીના નાનાથી મોટા તમામ પ્રકારના વેપારીઓને વેપાર ધંધામાં પણ ચોક્કસ ફાયદો થશે.