- હડાદ પોલીસ સ્ટેશનમાં કથિત શંકાસ્પદ આરોપીએ કરી આત્મહત્યા
- હડાદ પોલીસે બે શંકાસ્પદ યુવાનોને પકડ્યા બાદ એક યુવાને પોલીસ કસ્ટડીમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
- નવયુવકે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરતા સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો
બનાસકાંઠા: અંબાજીથી 18 કિલોમીટર દૂર આવેલા હડાદ પોલીસ સ્ટેશનમાં (Hadad police station) એક 18 વર્ષના યુવાને ગળે ફાંસો ખાઈ લેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના વહેલી સવારે ઘટી હતી. પોલીસ કસ્ટડીમાં મરનાર યુવક પ્રકાશ ઉર્ફે ભાવેશ મેગળા ધ્રાંગીએ કોઈ અગમ્ય કારણોસર પોલીસ કસ્ટડીમાં જ પંખા સાથે શર્ટ બાંધી દોરડી વળે ગળેફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. જેના સમાચાર વાયુ વેગે આદિવાસી પંથકમાં ફેલાતા આદિવાસી લોકોના ટોળેટોળાં હડાદ પોલીસ સ્ટેશન આગળ ઉમટ્યા હતા અને ભારે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને લઈ IPS સુશીલ અગ્રવાલે તાકીદે પોલીસના મોટા કાફલા સાથે હડાદ પોલીસ સ્ટેશને પહોંચી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ ઘટના બનતા પોલીસ સ્ટેશનમાં આદિવાસી લોકોમાં ભારે રોષ અને સંબધીઓમાં હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગંભીર બન્યું હતું.
આ પણ વાંચો: એક સાથે અઢી હત્યા... કડોદરામાં મહિલાએ પોતાના બાળકની હત્યા કરી છઠ્ઠા માળેથી લગાવી છલાંગ
લેડીઝ રૂમમાં જ પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
આ સમગ્ર ઘટના એક અલગ જ પ્રકાશ પાડી રહી છે. મરનાર યુવક (suicide at Hadad police station) પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગી ઉમર વર્ષ 18 તેમજ તેનો જોડીદાર વિપુલ ડાભી ઉમર વર્ષ 17 જે મંગળવારે મોડી રાત સુધી હડાદ પંથકમાં મોટર સાઇકલ ઉપર ફરી રહ્યા હતા અને પોલીસને પેટ્રોલિંગમાં જોઈ પોલીસના ડરથી ભાગવાની કોશિશ કરી હતી. આ બન્ને મિત્રો બાઈક સાથે પટકાઈ જતા એકની અટકાયત કરાતા બીજો પણ પકડાઈ ગયો હતો. બન્ને ઉપર શંકાકુશંકા થતા પોલીસ આ બન્નેને કથિત શકમંદ આરોપી જણાતા હડાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને તેમની અટકાયત પૂર્વે કોરોના ટેસ્ટ કરવાનો થતો હોવાથી ધરપકડ બાકી રખાઈ હતી પણ સવારે વધુ તાપસ હાથ ધરાય તે પૂર્વે આ બન્ને મિત્રોમાંથી એક મિત્ર પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગીએ વહેલી સવારમાં જ લેડીઝ રૂમમાં જ પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.