ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્ર સરકારે માર્કેટયાર્ડમાં 2 ટકા TDSનો ભાવ વધારતા ડીસા માર્કેટયાર્ડ બંધ

બનાસકાંઠા: કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડથી વધુ ટર્ન ઓવર કરતા માર્કેટયાર્ડમાં TDSના ભાવમાં 2 ટકા વધારો કરવામાં આવતા ગુજરાતની તમામ માર્કેટ યાર્ડ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિરોધમાં ત્રણ દિવસ બંધ પાળી વિરોધ કરશે.

માર્કેટયાર્ડમાં 2 ટકા TDSનો ભાવ વધારતા ડીસા માર્કેટ યાર્ટ બંધ

By

Published : Sep 3, 2019, 12:11 PM IST

દેશમાં એક તરફ મંદીનો માર છે, બીજી તરફ એક કરોડથી વધુના ટર્ન ઓવર ઉપર 2 ટકા TDS નાખતા વેપારીઓમાં વિરોધ છે. કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડથી વધુના ટર્ન ઓવર પર 2 ટકા TDS દાખલ કરતા માર્કેટ યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડઓ અચોક્કસ મુદ્દતના બંધમાં જોડાયા છે. દેશમાં GDP ઘટતા તેની અસર વેપારી તેમજ ઉદ્યોગો પર થઇ રહી છે. તેમાં પણ વેપારીઓ પર 1 કરોડથી વધુના ટર્નઓવર ઉપર બે ટકા TDS દાખલ કરતા વેપારીઓ લાલઘૂમ થયા છે.

માર્કેટયાર્ડમાં 2 ટકા TDSનો ભાવ વધારતા ડીસા માર્કેટ યાર્ટ બંધ
ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેના કારણે માર્કેટયાર્ડોમાં દરરોજ કરોડો રૂપિયાની આવક થતી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડથી વધુના ટર્નઓવર ઉપર બે ટકા TDS દાખલ કરતા માર્કેટયાર્ડના વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર બંધ પાડી રહ્યા છે. ડીસા માર્કેટયાર્ડના વેઓરીઓ પણ આ હડતાળમાં જોડાયા છે. જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ પુરી નહીં કરે ત્યારે સુધી ડીસા માર્કેટયાર્ડ બંધ રાખવાની ચીમકી આપી હતી. હાલ તો વેપારીઓની માંગ છે કે, સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા GSTમાં પણ હજુ વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. એક કરોડના ટર્નઓવર ઉપર બે ટકા TDS દાખલ કરતા તેઓની મુશ્કેલી વધી છે. સરકાર આ નિર્ણય મામલે યોગ્ય નિર્ણય કરી વેપારીઓને રાહત આપે.

કેન્દ્ર સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી એક કરોડથી વધારે જે વેપારીઓ માર્કેટયાર્ડમાં ટર્ન ઓવર કરે છે. તેના પર 2 ટકાનો TDS ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ગુજરાત ભરની માર્કેટયાર્ડમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વિરોધ થઈ રહ્યો છે. ડીસા માર્કેટયાર્ડ પણ ગુજરાત માર્કેટયાર્ડ અસોશીએસનના સમર્થનમાં 3 દિવસ બંધ પાળી ગુજરાત સરકારના વિરોધમાં જોડાઈ છે. ડીસા માર્કેટયાર્ટ ઉત્તર ગુજરાતમાં ઊંઝા પછી બીજા નંબરે સૌથી મોટી માર્કર્ટ ગણવામાં આવે છે. ડીસા માર્કેટયાર્ડમાં દૈનિક બે કરોડ 81 લાખ ઉપરાંતનું ટર્નઓવર થાય છે. જો ડીસા માર્કેટયાર્ડ 3 દિવસ બંધ રાખવામાં આવે તો રોજનું લાખો રૂપિયાનું નુકસાન થાય તેમ છે. ડીસા માર્કેટયાર્ડના વેપરીઓના બંધ પાળવાથી ખાસ ખેડૂતોને મોટા ભાગે નુકસાન સહેવાનો વારો આવે તેમ છે.

વેપારીઓના અચોક્કસ મુદ્દતની હડતાળના પગલે માર્કેટયાર્ડને મોટું નુકસાન થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો માર્કેટ માર્કેટ બંધ રહેતા દૈનિક કરોડ રૂપિયાથી પણ વધુ નુકસાન થાય તેવી શક્યતા છે. અત્યારે તો માર્કેટ યાર્ડ હડતાળ હોવાથી તમામ વેપાર બંધ છે.

ABOUT THE AUTHOR

...view details