- કારેલી ગામના શિક્ષકે પુત્રના યાદમાં પુસ્તકાલય બનાવાયું
- શિક્ષકના પુત્રની અણધારી વિદાય થઇ હતી
- રવજીભાઇએ સૌ ભણે સૌ આગળ વધેનું સુત્ર સાર્થકે કર્યું
બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકાના છેવાડે આવેલા કારેલી ગામના શિક્ષક બોચિયા રવજીભાઈ સરતાણભાઈ તરફથી તેમના પુત્ર સ્વ.દિલીપભાઈની અણધારી વિદાયથી પુત્રની યાદમાં અખંડ મેઘવાળ સમાજ વાવની અંદર સરસ અને સમાજના યુવાનોને અભ્યાસ કરવામાં ઉપયોગી થાય તેવી ભાવનાથી તારીખ 24-10-2020ના રોજ પુસ્તકાલય ખુલુ મૂકવામાં આવ્યું હતું. જોકે એક બાજુ પુત્રની યાદ અને બીજી બાજુ સમાજને કઈ રીતે ઉપયોગી થવું તેના દાખલા રૂપે શનિવારના રોજ કારેલી ગામના શિક્ષક રવજીભાઈ દ્વારા સમાજના લોકોને બોધપાઠ આપતો સંદેશા રૂપે અખંડ મેઘવાળ સમાજની વાડીની અંદર એક શિક્ષકને કરવાનું કાર્ય કર્યું હતું.