ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા: પાલનપુરમાં સરકારના વિરોધમાં રેલી યોજાઇ

બનાસકાંઠા: કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં જન વેદના આંદોલનના કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. પાલનપુર ખાતે પણ સરકારના વિરોધમાં સભા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

etv bharat

By

Published : Nov 14, 2019, 7:41 AM IST

દેશમાં કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત ભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાં રેલી યોજી ભાજપ સરકાર સામે દેખાવો કર્યા હતા. બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલન અંતર્ગત પાલનપુર ખાતે સભા યોજાઈ હતી.

પાલનપુરમાં ગુજરાત સરકારના વિરોધમાં રેલી યોજાઈ
ઉત્તર ગુજરાત કોંગ્રેસના પ્રભારી લાખા ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો કાર્યકરો તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડે ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ સરકારમાં ખેડૂતો દુઃખી છે. યુવાનોને રોજગારી મળતી નથી. પાક વીમા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. તમામ મુદ્દાઓને લઇ લોકોની સાચી વેદનાને જાણવા અને આવનારા સમયમાં ભાજપ સરકારને ભાન કરાવવા માટે જન વેદના આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેના થકી કોંગ્રેસ લોકો વચ્ચે જઈ લોકોના પ્રશ્નોના નિકાલ માટે મદદરૂપ થવા માટે કોંગ્રેસે કમર કસી રહી છે. પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા સભા બાદ રેલી યોજી સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details