- પાલનપુરમાં જિલ્લા પ્રભારી સચિવ વિજય નહેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- વધતા જતા કોરોના કેસને અટકાવવા બેઠક યોજાઇ
- RTPCR ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વેક્શિનેશન વધારવા આપી સૂચના
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જિલ્લાના ડીસા અને પાલનપુરમાં વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 300થી પણ વધુ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસ વચ્ચે વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. ખાસ કરીને વધેલા સંક્રમણના કારણે રોજના 50થી પણ વધુ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યાં છે ત્યારે તેને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે.
પાલનપુરમાં જિલ્લા પ્રભારી સચિવ વિજય નહેરાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
બનાસકાંઠામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે બુધવારે જિલ્લા પ્રભારી વિજય નહેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તથા કલેક્ટર દ્વારા નિમાયેલી વિવિધ સમિતિઓ દ્વારા થતી કામગીરી અંગેની સમિક્ષા કરવામાં હતી. કોરોના સંક્રમણ અટકાવવા R.T.P.C.R ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વેક્શિનેશન વધારી લોકોની સુરક્ષા સુનિશ્વિત કરવા પ્રભારી સચિવે જણાવ્યું હતું. ઉપરાંત કેવી રીતે કોરોનાના વધતા કેસને અટકાવવા તે અંગે આ બેઠકમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.