ગુજરાત

gujarat

By

Published : Jul 2, 2021, 7:02 AM IST

ETV Bharat / state

મુખ્ય પ્રધાનના ફની વીડિયો બનાવી વાયરલ કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી

થોડા સમય પહેલા વિજય રૂપાણીનો એક ફની વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. આ બે યુવક સામે માવસરી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે આ બંન્ને યુવકોની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ
મુખ્ય પ્રધાનના ફની વીડિયો બનાવી વાયરલ કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી

  • બનાસકાંઠાના 2 યુવકો સામે ફરીયાદ
  • મુખ્ય પ્રધાનના 6 ફની વીડિયો બનાવીની કર્યા હતા વાયરલ
  • યુવકોની શોધખોળ શરૂ

બનાસકાંઠા: હાલમાં થોડા સમય પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો એક ફની વીડિયો વાયરલ થયો હતો. પોલીસે તે બબાતે તપાસ હાથ ધરી છે. રાજ્યના સરહદી વિસ્તારમાં મુખ્ય પ્રધાનના વિડીયોને એડિટ કરી તેમાં મિમન્સ ઉમેરી રમુજી બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં બે યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે. બંને યુવકો સામે જનતાને ગેરમાર્ગે દોરી સરકારની બદનક્ષી થાય તે હેતુથી વિડિયો પોસ્ટ કરવા મામલે ફરિયાદ નોંધાતા પોલીસે બંને યુવકોની શોધખોળ હાથ ધરી છે.

6 વીડિયો વાયરલ

બનાસકાંઠાના સરહદી વાવના ફાંગડી ગામે રહેતા ભાવેશ સોઢા અને રાજકુમાર ઉર્ફે ભીખાભાઈ સોઢા નામના બે યુવકોએ મુખ્યમં પ્રધાનના વીડીયોને એડિટ કરી તેમાં મિમન્સ ઉમેરી વીડિયોને રમુજી બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. તારીખ 5 જૂનથી 18 જૂન સુધીમાં આવા અલગ-અલગ છ વીડિયો રમુજી બનાવીને મી બી એસ રાજ કોમેડી યુટ્યુબ ચેનલમાં વાયરલ કર્યા હતા. ત્યાર બાદ તે વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો : ગોપાલ ઈટાલીયા અને સોમનાથ મંદિરનો વિવાદ, નાયબ મુખ્યપ્રધાને કહ્યું - મને બનાવની જાણ છે

યુવકોની શોધખોળ

વીડિયોની વાત સરકારના ધ્યાને આવતા જ સરકાર બદનક્ષી થાય અને લોકો ગેરમાર્ગે દોરવાના હેતુથી ગંભીર પ્રકારની વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, તે કારણે બંને યુવકો સામે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. માવસરી પોલીસે ફરિયાદ નોંધાતા જ આ મામલે બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન ZyCoV D માટે DCGIમાં મંજૂરી માગી, સોય વગર લાગશે આ વેક્સિન

ABOUT THE AUTHOR

...view details