- સતત કોરોના વાઈરસના કેસમાં વધારો થતાં ઓક્સિજનની અછત
- બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન વગર કોરોના દર્દીઓની સારવાર
- પાલનપુરમાં એક્યુપ્રેશરથી 100 દર્દીઓને સાજા કરવામાં આવ્યા
બનાસકાંઠા:જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થતાં મોટાભાગની હોસ્પિટલો અત્યારે હાઉસફુલ થઈ ગઈ છે. જેથી હવે સામાજિક સંસ્થાઓ પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દર્દીઓને સારવાર આપી રહી છે. પાલનપુરમાં પણ 5 મે ના રોજ નિ:સ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
મુળદાસ જેઠાલાલ સલાટ આપી રહ્યા છે એક્યુપ્રેશરની સારવાર
આ સેન્ટરની ખાસિયત એ છે કે અહીં દર્દીઓને કોરોનાની પ્રાથમિક સારવાર તો આપવામાં આવે છે, પરંતુ અહીં દર્દીઓનું ઓક્સિજન લેવલ ડાઉન થાય તો ઇમરજન્સી સંજોગોમાં તેઓને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા લેવલ વધારી આપવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી પાલનપુરમાં એજ્યુકેશન દ્વારા અનેક રોગોમાં નિદાન કરનાર મુળદાસ જેઠાલાલ સલાટ અહીંના ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓને એક્યુપ્રેશર દ્વારા સારવાર આપી રહ્યા છે. કોરોના મહામારીના સમયમાં અત્યાર સુધી તેઓએ 100થી પણ વધુ દર્દીઓને આ રીતે સારવાર આપી સામાન્ય સંજોગોમાં ઠીક કર્યા છે.
આ પણ વાંચો: કોરોનાના દર્દીની સારવાર કરવા મહિલા ડોક્ટર સ્કૂટર પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર જાય છે
પાલનપુરમાં એક્યુપ્રેશરથી 100 દર્દીઓને સાજા કરવામાં આવ્યા
જે પ્રમાણે હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા હાલમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી તરફ હાલ કોરોના વાઈરસની મહામારી વધતા હાલ દર્દીઓને મોટી રકમ આપવા છતાં સારવાર મળી રહી નથી. ત્યારે પાલનપુરમાં પણ સતત કોરોના વાઈરસના કેસ વધતા હાલ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પાલનપુર ખાતે નિ:સ્વાર્થ સંગઠન દ્વારા પણ હાલ કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.