- અરવલ્લીના મેઘરજ તાલુકામાં પાણીની પણોજણ
- તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવતી તમામ યોજાનાઓનો ફિયાસ્કો
- ગામડાઓમાં પાણી બૂમરાણ જોવા મળી રહી છે
અરવલ્લી : રાજ્યભરમા ઉનાળાની શરૂઆત થતા જ અંતરિયાળ અને ગામડાઓમાં પાણી બૂમરાણ જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પટેલ ઢૂંડા ગામમાં વર્ષોથી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા દર વર્ષ પાણીની યોજનાઓ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સમસ્યા જેમની તેમની તેમજ છે. પટેલ ઢૂંડા ગામના તળાવમાં પાણી ન હોવાના પગલે કુવાઓના પાણીનું સ્તર નીચે ઉતરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આશરે 70 ઉપરાંત મકાનો ધરાવતા ગામનાના ખેડૂતોને પશુઓ માટે ઘાસચારો પણ વેચાતો લાવવો પડે છે. આ ઉપરાંત પીવાના પાણીની પણ વિકટ સમસ્યા છે. હેડ પમ્પસ પણ પાણી વગર ધૂળ ખાઇ રહ્યા છે. ઉનાળામાં પાણી લેવા માટે લોકોને દૂર દૂર સુધી જવુ પડે છે.
આ પણ વાંચો -ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડાયાં