મોડાસા તાલુકાના વાંટડા ગામે 6 મહિનાથી પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.ત્યારે જવાબદાર તંત્રમાં અનેકવાર રજુઆત કરવા આવી છે .તેમ છતાં લોકોની રજુઆત તંત્રના બહેરા કાને અથડાય છે તેથી તંત્રને જગાડવા ગામની મહિલાઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
મોડાસાના વાંટડા ગામે પાણીના પ્રશ્નને લઇને મહિલાઓએ કર્યો હોબાળો
અરવલ્લીઃ જિલ્લામાં વરસાદની પધરામણી થઇ છે પરંતુ કેટલાક ગામડાઓમાં હજુ પણ પાણીની સમસ્યા વર્તાઇ રહી છે . અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના આકંડાકીય માહિતી મુજબ અરવલ્લીના દરેક ગામડામાં પાણીની સુવિધા કરવામાં આવી છે, જોકે અંતરિયાળ વિસ્તારો સહીત મોડાસા તાલુકાના ગ્રામજનો પણ પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે
મોડાસાઃવાંટડા ગામે પાણીના પ્રશ્ને મહિલાઓએ કર્યો હોબાળો
ગામની મહિલાઓએ એકઠા થઈ જવાબદાર તંત્રના છાજીયા લીધા હતા અને સંપ નજીક માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો તેમજ રામધૂન બોલાવી જવાબદાર તંત્રને વ્યથા અંગે જગાડવા પ્રયત્ન કર્યો હતો.