ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત - Aravalli News

અરવલ્લીના મુખ્ય મથક મોડાસા નગરની બહાર આવેલા બાડેસર તળાવમાં નજીકની ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમીક પરિવારના બે બાળકો બુધવારે સાંજે તળાવમાં ડૂબી જતા ગમગીની છવાઇ હતી. બાળકો બાડેસર ડૂબ્યા હોવાની જાણ થતા ફાયરબ્રિગેડ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, મામલતદાર, સ્થાનીક તરવૈયા ઘટના સ્થળે પહોંચી બન્ને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. જોકે આખરે બન્ને બાળકોના મૃતદેહ મળતા મૃતકોના પરિવારે ભારે આક્રંદ કરી મૂક્યું હતું.

Aravalli News
Aravalli News

By

Published : Jun 9, 2021, 5:36 PM IST

  • મોડાસાના તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત
  • તળાવની કિનારીએ બન્ને બાળકોના કપડાં અને ચંપલ મળી આવ્યા
  • શ્રમિક પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું

અરવલ્લી : જિલ્લાના મોડાસા નગરની બહાર મેઘરજ બાયપાસ રોડ ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારના બે બાળકો નજીકના બાડેસર તળાવમાં નાહવા પડ્યા હતા. પરિવારના સભ્યો નજીકના દવાખાને દવા લેવા ગયા હતા. ઘરે પરત ફરતા તેમના 5 અને 7 વર્ષના બાળકો ઘરે જોવા ન મળતા આજુબાજુ શોધખોળ કરી હતી. આ દરમિયાન બાડેસર તળાવની કિનારીએ બન્ને બાળકોના કપડાં અને ચંપલ મળી આવતા શ્રમિક પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું. આ ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

આ પણ વાંચો : વિસનગરના ભાલક ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત

ભારે શોધખોળ કર્યા બાદ બાળકોને મૃતદેહો મળ્યા

બન્ને બાળકો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકાએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને સ્થાનીક તંત્રને કરવામાં આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડ ટીમ, સ્થાનીક તરવૈયાઓએ ઘટનાસ્થળે પહોંચી તળાવમાં બન્ને બાળકોની ભારે શોધખોળ હાથ ધરી હતી. આખરે શ્રમિક પરિવારના બે બાળકોના મૃતદેહ તળાવામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.

મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

ABOUT THE AUTHOR

...view details