અરવલ્લીઃ રાષ્ટ્રીય અખંડિતતા અને સીમા સુરક્ષા માટે પોતાના પ્રાણ-પરિવારની પરવા કર્યા વગર વીર યોદ્ધા સૈનિકો દિવસ-રાત ઝઝૂમી રહ્યા છે. જેમાંથી કેટલાક સૈનિકો પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી રાષ્ટ્રની સુરક્ષા કરતા વીરગતિ પામી શહીદ થયા છે.
મોડાસામાં ગાયત્રી યજ્ઞમાં વિશેષ આહુતિ સાથે અપાઈ વીર શહીદોને શ્રદ્ધાંજલિ
મોડાસામાં ગાયત્રી યજ્ઞમાં વિશેષ આહુતિ સાથે વીર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સાધકો ઘરે રહીને યજ્ઞ કરી આ માટે વિશેષ આહુતિ આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વીર શહીદ સૈનિકોના આત્માને શાંતિ અને તેમના પરિવાર- સ્વજનોને આવી પડેલા આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે તથા વીર સૈનિકોનું મનોબળ મજબુત રહે તેવી ભાવના સાથે અરવલ્લીના મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા દરેક સાધકને પોતાના ઘરે રહી વિશેષ પ્રાર્થના મંત્રજાપ કરવા તથા ઘરે યજ્ઞ કરી આ માટે વિશેષ આહુતિ આપવા આયોજન કરવામાં આવ્યું હતુ.
ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર આ શ્રદ્ધાંજલિ સહિત વિશેષ સાધના કાર્યક્રમમાં મોડાસા તેમજ આસપાસના 30 ગામોમાં સૌ પોતાના ઘરે જ આ શ્રદ્ધાંજલિ તથા રાષ્ટ્રીય અખંડિતતા પ્રાર્થના આયોજન સાથે જોડાયા હતા.