અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજના અંતરિયાળ ગામડાના ખેતરોમાં વીજળી ન હોવાના કારણે ગરીબ ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે. જેમાં મોંઘા બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વાવણી કરવામાં આવી હતી. પરંતુ આ મહેનત અને નાણાં વ્યર્થ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વીજળી વિના વાવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી - farming
અરવલ્લી: જિલ્લામાં આઠ દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું. આ ચક્રવાતને કારણે ખેડૂતો અને ગામડાના લાકોને ભારે નુકશાન થયું હતું. આ વાવાઝોડાને લઈને વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગામડાઓમાં રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ત્રણ-ચાર દીવસમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. જોકે ખેતરોમાં હજુ પણ વીજળી પુન:સ્થાપિત કરવામાં આવી નથી.
વીજળી વિના વાવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી
ગામ લોકોની અનેક રજૂઆતો કરવા છતાં વીજ વિભાગની નબળી કામગીરી હોવાના કારણે હજુ સુધી પુરવઠા પુન:સ્થાપિત કરવામાં આવ્યા નથી. ત્યારે ગામ લોકો માગ કરી રહ્યાં છે કે, ખેતરોમાં સત્વરે વીજળી પુનઃસ્થાપિત કરી તેમને થયેલું નુકશાનનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે.