ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાની દેવલસીટી રેસિડેન્સીમાં તસ્કરોનો આતંક, 2 મકાનનો તાળા તોડ્યા - દેવલસીટી રેસિડેન્સી

અરવલ્લી: જન્માષ્ટમી તહેવાર નિમિત્તે લોકો બહારગામ જતા તસ્કરોએ બે બંધ મકાનોમાં હાથ સાફ કર્યો હતો. તસ્કરોએ સતત ત્રીજી વાર અરવલ્લી જિલ્લાની મોડાસાની દેવલસીટી રેસિડેન્સીને નિશાન બનાવી હતી. ગત રાત્રી દરમ્યાન તસ્કરો પરેશભાઈ પટેલ અને સંદીપભાઈ ચૌહાણના બંધ મકાનોના નકુચા અને તાળાતોડી ઘરમાં રહેલી તિજોરી અને કબાટમાં રહેલા રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી રફુચક્કર થઇ ગયા હતા.

Aravalli

By

Published : Aug 25, 2019, 3:15 AM IST

મકાન માલિક હાજર ન હોવા છતાં સવારે બંને મકાન ખુલ્લા જોવા મળતા આજુબાજુના રહિશોને શંકા ગઇ ત્યારે તપાસ કરી તો તાળા તૂટેલા અને દરવાજા ખુલ્લા હતા. જેથી સોસાયટીના રહિશોએ લૂંટ થઇ હોવાની જાણ બંને મકાન માલિકોને કરી હતી. આજુબાજુના રહીશોના જણાવ્યા અનુસાર ચોરીનો આંકડો લાખ્ખો રૂપિયાને આંબી શકે છે. ચોરી થયાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details