શું આ ગામના લોકો NOTAનો ઉપયોગ કરશે?
મોડાસાઃ ચૂંટણી પ્રચારના પડઘમ હવે શાંત થઈ ગયા છે. મતદારો નેતાઓના પ્રચાર અને કાર્યોને મુલવી 23 તારીખે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહત્ત્વનું છે કે આટલો પ્રચાર કર્યો હોવા છતાં મોડાસાના કેટલાક પછાત વિસ્તારોમાં તો આ નેતાઓ ફરક્યા જ નથી.
મોડાસાના રસીદા બાદ, કીડીયાનગર અને અન્ય પાંચ વસાહતોના લોકોએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે મતોની જરૂર હતી ત્યારે વાયદાઓ કર્યા હતા, તે પૂરા કર્યા તો નથી પણ નેતાઓ મોઢું બતાવવા પણ નથી આવ્યા. ચૂંટણીનો સમય છે એટલે પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્તારના લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય જેઓ હાલ સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેવા રાજેન્દ્રસિંહ ઠાકોરને ઘણી વાર ફોન કર્યા પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અત્રેના રહીશોએ જણાવ્યું હતું કે, 2017માં વિધાનસભાની ચૂંટણીમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેમાંથી એક પણ વાયદો પૂરો કરવામાં આવ્યો નથી.