બાયડ પ્રાંત કચેરીમાં દરેક કર્મચારીને એક વૃક્ષના રક્ષણની જવાબદારી સોંપાઇ
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના બાયડ પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણ દ્રારા પર્યાવરણને બચાવવા અને જનજાગૃતિ ફેલાવવા પ્રાંત કચેરીમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ફરજીયાત એક વૃક્ષ દત્તક લેવાની એટલે કે વૃક્ષ ઉછેરવાની અને રક્ષણ કરવાની જવાબદારી સોંપી હતી.
dfg
પ્રાંત અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણેની પર્યાવરણ બચાવો ઝુંબેશમાં હઠીપુરા ગ્રામ પંચાયતે પણ ગામમાં 1 હજાર વૃક્ષ વાવવા માટે કટિબદ્ધ બની હતી અને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવા માટે પ્રાંત અધિકારીને લેખિત જાણ કરી પર્યાવરણ બચાવો અભિયાનને સમર્થન આપ્યું હતું.