ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા કામદારોની દયનીય સ્થિતિ

અરવલ્લી : મોડાસામાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો માથુ ન ઉચકે તે માટે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ દવાનો છંટકાવ કરનાર કામદારો કોઇ પણ જાતની સુરક્ષા વિના દવાનો છંટકાવ કરતા જોવા મળ્યા હતા.

etv bharat arvalli

By

Published : Aug 30, 2019, 6:59 PM IST

મોડાસા નગરપાલિકા દ્વારા માલપુર રોડ પર આવેલા પંડયાવાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી મહિલાઓ સહિત અન્ય કામદારો કોઈ સુરક્ષા વિના દવાનો છંટકાવ કરતા નજરે પડ્યા હતા. મહિલાનું બાળક દવાના ઢગલા પાસે રમતું નજરે પડતા લોકોમાં પણ અચરજ ફેલાયું હતું. કામદારોના હાથમાં ન મોજાં હતા ન મોઢા પર માસ્ક...જેનાથી બાળક સહિત અન્ય કામદારોને દવાની વિપરીત અસર થવાનો ભય પેદા થયો છે.

મોડાસામાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા કામદારોની દયનીય સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details