ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ચીફ ઓફિસરે પાલિકાની જવાબદારી સંભાળી, રાજકીય પક્ષોએ ચૂંટણી માટે કવાયત હાથ ધરી

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની ચૂંટાયેલા સભ્યોના પાંચ વર્ષ પુરા થતા રાજ્ય સરકારના આદેશ મુજબ પાલિકાના ચીફ ઓફીસર વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. હાલ ચાલી અટકળો મુજબ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રીસ વર્ષથી મોડાસા પાલિકામાં ભાજપનું શાસન ચાલી રહ્યુ છે.

અરવલ્લીમાં ચીફ ઓફિસરે પાલિકાની જવાબદારી સંભાળી, રાજકીય પક્ષોએ ચૂંટણી માટે કવાયત હાથ ધરી
અરવલ્લીમાં ચીફ ઓફિસરે પાલિકાની જવાબદારી સંભાળી, રાજકીય પક્ષોએ ચૂંટણી માટે કવાયત હાથ ધરી

By

Published : Dec 25, 2020, 7:11 PM IST

  • અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી શરૂ
  • પાલિકાના ચીફ ઓફીસર વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળી લીધો
  • આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઇ શકે

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની 14 ડીસેમ્બરના રોજ મુદ્દત પુર્ણ થઇ છે. કોરોના વાયરસના પગલે હાલ પુરતી ચૂંટણીઓ મોકુફ રખાતા પાલિકાનોના ચીફ ઓફીસર જીગ્નેશ બારોટ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આવનાર ચૂંટણીઓમાં નગરના 53726 મતદારો 65 મતદાન મથકો ઉપરથી પોતાના મતનો ઉપયોગ કરશે એમ મનાઈ રહ્યું છે. વર્ષ 2015ની સરખામણીમાં 7501 મતદારોનો વધારો થયો છે, જેને લઈ નગરના બે વોર્ડમાં બે મતદાન મથકો વધારાયા છે.

ગત વખતની પરિસ્થિતિ

વર્ષ 2015ની પાલિકાની ચૂંટણીમાં કુલ 46,225 મતદારો હતા, જે પૈકી 30,857 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, એટલે કુલ 65 ટકા મતદાન થયુ હતું. મોડાસા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે 103 ઉમેદવારો ચૂંટણી જંગ રહ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસ તમામ 36 બેઠકો પર લડ્યુ હતું, જ્યારે સત્તાધારી ભાજપ પક્ષે 27 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જયારે એનસીપીના-4, માર્કસવાદી(સામ્ય) પાર્ટીના-5 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ભાજપના 18,કોંગ્રેસના 12, તેમજ 6 અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી. ભાજપે અપક્ષના ટેકાથી પાંચ વર્ષ સુધી શાસન કર્યુ છે.

બન્ને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી

બન્ને પક્ષો દ્રારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ અરવલ્લી જિલ્લાની મુલાકાત લઇ, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સંદર્ભે અરવલ્લી સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડી હતી. તો બીજી તરફ ભાજપા દ્વારા શહેર મંડળ ઈન્ચાર્જ, વોર્ડ ઈન્ચાર્જની વરણી કરી દેવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details