ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, કુલ પોઝિટિવ આંક 311 થયો

અરવલ્લીમાં શુક્રવારે જિલ્લાના 6 તાલુકાઓમાંથી ચારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જિલ્લાના મોડાસા, બાયડ અને મેઘરજ તાલુકામાં 3-3 અને માલપુરમાં 1 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. પોઝિટિવ કુલ આંક 311 થયો છે.

 અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, પોઝિટિવ કુલ આંક 311 પર પહોંચ્યો
અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, પોઝિટિવ કુલ આંક 311 પર પહોંચ્યો

By

Published : Jul 24, 2020, 7:47 PM IST

Updated : Jul 25, 2020, 10:34 AM IST

અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે શુક્રવારના રોજ વધુ 10 નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૩11 પર પહોંચ્યો છે. જે પૈકી 239 સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે. Covid-19 ના કુલ-36 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 30 દર્દીઓના મોત થયા છે.

અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત, કુલ પોઝિટિવ આંક 311 થયો

અરવલ્લીમાં શુક્રવારના રોજ જિલ્લાના 6 તાલુકાઓમાંથી ચારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જિલ્લાના મોડાસા , બાયડ અને મેઘરજ તાલુકામાં 3-3 અને અને માલપુરમાં 01 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જિલ્લામાં એક જ દિવસમાં 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. આરોગ્ય વિભાગ દ્રારા સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે નિયંત્રિત વિસ્તાર જાહેર કરેલો હોય તેવા વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. પોઝિટિવ કેસના સંપર્ક વાળા 831 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કન્ટેઇનમેન્ટ તથા નોન કન્ટેઇનમેન્ટ વિસ્તરમાં કુલ -61620 વ્યક્તિઓને ઇમ્યુનિટી કીટની વહેચણી કરવામાં આવેલી છે. અરવલ્લી જિલ્લામાં 94132 વ્યક્તિઓને રિવર્સ-ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે. 60થી ઉપરની ઉમરવાળા 61632, 10 વર્ષથી નાની ઉમરવાળા 72111, કો-મોરબીડીટી –7105, 6446 સગર્ભા મહિલાઓ અને જુદા-જુદા હાઇરિસ્ક ગ્રૂપ ધરાવતા કુલ – 94132 વ્યક્તિઓને રિવર્સ- ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે. ધનવંતરી રથ અન્વયે કુલ-17 મેડિકલ વાનએ 36 જુદી જુદી જગ્યાએ કુલ 550 વખત જઈને કુલ- 20758 વ્યક્તિઓને ઓપીડીમાં સેવા આપેલી છે. જેમાં તાવ હોય તેવા કુલ-203 વ્યક્તિ અને શરદી અને કફ –હોય તેવા કુલ - 801 કેસ જોવા મળેલા છે.

જે તમામને સ્થળ પર સારવાર આપવામાં આવી છે.હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 09 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 21 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 03 પોઝિટિવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં,અમદાવાદની હોસ્પિટલોમાં 01 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 02 સારવાર હેઠળ છે. આમ,કુલ- 36 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

Last Updated : Jul 25, 2020, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details