ઉનાળુ વેકેશન પૂરું થતા જ મામલતદાર કચેરી ખાતે આવક તેમજ ઉન્નતવર્ગના દાખલા કઢાવવા માટે મોટી સંખ્યામાં લોકો જનસેવા કેન્દ્ર ખાતે પહોંચે છે. જોકે અરવલ્લીના ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારો માટેની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. જનસેવા કેન્દ્રમાં દાખલા માટે અરજી સ્વિકારવા માટે ફક્ત એક જ ઓપરેટર હોવાથી અરજદારોની લાંબી કતારો જોવા મળે છે.
બોગસ તંત્રના કારણે ભિલોડા મામલતદાર કચેરીમાં અરજદારોને ભારે હાલાકી
અરવલ્લીઃ જિલ્લાના ભિલોડાની મામલતદાર કચેરીમાં અરજદારો વિવિધ દાખલા કઢાવવા આવતા હોય છે. અરજદરોના ભારે ઘસારા સામે ફક્ત એક જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાના કારણે ભારે હાલકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારો ત્રણથી ચાર કલાક સુધી તરસ્યા ઉભા રહે છે.
arl
અરજદારોના જણાવ્યા અનુસાર દાખલો કઢાવવા માટે વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવું પડે છે અને કેટલી વખતે ધક્કામુક્કી જેવા પણ દ્રશ્યો જોવા મળે છે. સરકારે નાગરીકોની સુવિધાઓ માટે જન સેવા કેન્દ્ર શરૂ કર્યા છે પણ અધિકારીઓની આળસના કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડે છે તેમજ અરજદારોને યોગ્ય સુવિધાઓ મળતી નથી.