- સરકારી ગાઇડલાઇન મુજબ શામળાજી મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખૂલશે
- કોરોનાનો કહેર વધતા 11 એપ્રિલના રોજથી દર્શાનાર્થીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો
- શામળાજી મંદિરમાં પ્રવેશ માટે કોરોના ગાઇડલાઇનનું પાલન ફરજિયાત
અરવલ્લી : કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બે માસ પૂર્વે 11 એપ્રિલના રોજ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ શામળાજી મંદિર ( Shamlaji temple )ને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યા હતો. રામ નવમીના દિવસે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે. જે અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો હોવાથી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ( Vishnu Temple Trust ) દ્વારા સરકારની જાહેરાત ન થાય, ત્યાં સુધી શામળાજી મંદિર ( Shamlaji temple ) બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન મંદિરમાં બંધ બારણે ભગવાની પૂજા કરવામાં આવતી હતી, પરંતુ મંદિરમાં દર્શાનાર્થીના પ્રવેશ પર પ્રતિબંધ હતો. હવે જ્યારે સરકારે ધાર્મિક સ્થાનો ખોલવાની પરવાનગી આપી છે, ત્યારે 11 જૂનના રોજથી દર્શાનાથીઓ માટે મંદિર પુન: ખૂલ્લુ મૂકવામાં આવશે.
શામળાજી મંદિરમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે અપાશે પ્રવેશ